Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વેક્સીન નહિ લેતા ઘરના વિજળી, નળ કનેક્શન કાપી નંખાયા અને રાશન કાર્ડ પણ જપ્ત કરી લીધુ

મધ્ય પ્રદેશના બડવાનીમાં સત્તાનો દુરપયોગ થયાનો આક્ષેપ : એલર્જીની સારવાર ચાલુ હોય 28મીએ રસી લઈશું કહ્યું પણ તંત્ર માન્યું નહીં

ભોપાલ : વેક્સિનેશન મહા અભિયાનના દિવસે મધ્ય પ્રદેશના બડવાનીમાં સત્તાનો દુરપયોગ કોને કહેવાય તે પૂરવાર કરતો કિસ્સો સામે આવ્યો. બડવાનીમાં પૂજા સ્ટેટ કૉલોનીમાં રહેનાર વાહિદ ખાન જેના પરિવારમાં 3 સભ્ય રહે છે, તેમનો આરોપ છે કે શુક્રવારે સવારે એસડીએમ, સીએમઓ સહિત વેક્સિન લગાવનાર ટીમ અમારા ઘરે પહોંચી અને તેમને અમારા સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.

ટીમે અમારી પાસેથી વેક્સિનેશનની જાણકારી લીધી જ્યારે અમે કહ્યુ કે અમે લોકોએ એલર્જીની સારવારના કારણે હજુ સુધી વેક્સિન લીધી નથી તો તેમણે અમને વેક્સિન લેવાનુ કહ્યુ, અમે કહ્યુ કે 28 તારીખે અમે વેક્સિન લઈ લઈશુ તો ટીમ દ્વારા અમારી પર તે સમયે વેક્સિન લગાવવાનું દબાણ કરવામાં આવ્યુ. જ્યારે અમે તૈયાર ના થયા તો અમારા ઘરના વિજળી, નળ કનેક્શન કાપી નંખાયા અને અમારૂ રાશન કાર્ડ જપ્ત કરી લીધુ.

આરોપ લગાવનાર મહિલા વાહિદાએ જણાવ્યુ કે અમારી સાથે શુક્રવારે સવારે આ બનાવ બન્યો વેક્સિન લગાવનાર સમગ્ર ટીમ આવી. સીએમઓ સાહેબ હતા, તેમની સાથે એસડીએમ સાહેબ હતા. તેમણે અમને કહ્યુ કે આપે હજુ વેક્સિન લીધી નથી તો અમે કહ્યુ કે અમે વેક્સિન લઈ શકતા નથી, અમને એલર્જી છે. અમારી સારવાર ચાલી રહી છે અને જો આ સારૂ થઈ જશે તો અમે વેક્સિન લઈ લઈશુ. અમે તેમણે ઘણી વિનંતી કરી. અમે કહ્યુ, અમે 28 તારીખે વેક્સિન લઈ લઈશુ. આપ અમને સમય આપો તો તેઓએ કહ્યુ તમે તો અમારા વિરૂદ્ધ જઈ રહ્યા છો. અમે આપના પાણી-નળ તમામ કનેક્શન અત્યારે જ કાપી દઈશુ. તેમણે નગરપાલિકા અને વિદ્યુત મંડળવાળાને બોલાવ્યા. તેઓ નળ કનેક્શન, વિજળી કનેક્શન કાપીને ચાલ્યા ગયા અને અમારૂ રાશનકાર્ડ પણ લઈ ગયા

(7:29 pm IST)