Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

2020-21ની સાલ માટે 30 ટકા ફી ઓછી લેવાના રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ પ્રાઇવેટ સ્કૂલોને કર્ણાટક હાઈકોર્ટની રાહત : 30 ટકાને બદલે 15 ટકા ફી ઓછી લેવા નિર્દેશ કર્યો

કર્ણાટક : કર્ણાટક હાઈકોર્ટે 29.01.2021 ના સરકારી આદેશમાં ફેરફાર કર્યો છે . જે મુજબ પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓને શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે 70 ટકા કરતા વધુ ટ્યુશન ફી વસૂલવાથી અટકાવાઇ હતી.

જસ્ટિસ આર દેવદાસની સિંગલ બેંચે નિર્દેશ આપ્યો હતો કે, પ્રાઇવેટ સ્કૂલો 2020-2021ના વર્ષમાં 30 ટકાને બદલે 15 ટકા ઓછી ફી વસૂલી શકશે . જે વિદ્યાર્થીઓ દ્વારા બિનઉપયોગી સુવિધાઓના બદલામાં ગણવામાં આવશે.

પ્રાઇવેટ સ્કૂલોના એશોશિએશન દ્વારા જણાવાયું હતું કે તેઓ CIE, ISCE, CBSE સહિતના બોર્ડના અભ્યાસક્રમો ભણાવે છે. જે સ્ટેટ બોર્ડ સાથે જોડાયેલા નથી.તેથી રાજ્ય સરકારનો આદેશ લાગુ પડવો જોઈએ નહીં.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(8:28 pm IST)