Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કેપિટલ હિલના રમખાણકારોના સમર્થનમાં યોજાનારી રેલી માટે કેપિટલ હિલ પોલિસ તૈયાર

ઓનલાઇન ચાલતી વાતચીતને ધ્યાનમાં રાખતા અમારું ઇન્ટેલિજન્સ હવે જાન્યુઆરી જેવી ભૂલ કરવા માંગતુ નથી

અમેરિકામાં કેપિટલ હલ પરની ફેન્સ ફરી પાછી આવી ગઈ છે. ડીસી પોલીસ વિભાગ તૈયાર છે અને યુએસ કેપિટલ પોલીસે પણ યુએસ નેશનલ ગાર્ડ સહિતની નજીકની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને વિનંતી કરી છે.આ બધી તૈયારીઓ કેપિટલ હિલના રમખાણકારોના સમર્થનમાં યોજાનારી રેલી માટે થઈ રહી છે.

અમેરિકામાં પેપિટલ ખાતે શનિવારે છ જાન્યુઆરીની હિંસાના રમખાણકારોના સમર્થનમાં યોજાનારી રેલી માટે કેપિટલ હિલ પોલિસ કોઈપણ જોખમ લેવા માંગતી નથી.

તેઓ આ પ્રકારના હુમલાનું પુનરાવર્તન થતું રોકવા માંગે છે.તે દિવસની હિંસા અને ડરના નેરેટિવના નવેસરથી આલેખવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને ૨૦૨૦ની ચૂંટણીમાં વિજય ચોરી લેવાયો હતો તેવા જૂઠાણા પાછળ અસ્થિરતા વધી હતી. છેવટે લો એન્ફોર્સમેન્ટ કે કાયદાનું અમલીકરણ કરતી એજન્સીઓએ મુક્ત અભિવ્યક્તિના ભાગરુપે વિરોધ પ્રદર્શન યોજાવવા દીદુ હતુ, તેનો ફાયદો ઉઠાવીને ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલમાં ઘૂસી ગયા હતા અને જો બિડેનના વિજયની પ્રમાણભૂતતાને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો.

કેપિટલ પોલીસ ચીફ ટોમ મેનેજરે જણાવ્યું હતું કે તે કહેવું મુશ્કેલ છે કે શનિવેરની ઇવેન્ટને લઈને હિંસા થવાની ડર કે સંભાવના છે કે નહી, પરંતુ ઓનલાઇન ચાલતી વાતચીતને ધ્યાનમાં રાખતા અમારું ઇન્ટેલિજન્સ હવે જાન્યુઆરી જેવી ભૂલ કરવા માંગતુ નથી.

(1:03 am IST)