Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે માણસામાં કુળદેવીના કર્યા દર્શન

નવરાત્રીએ પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી અને પુજામાં ભાગ લીધો

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહ છેલ્લા 4 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ નોરતાની પહેલી રાત્રે શાહે માણસામાં આવેલા પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા.અમિતભાઇ  અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે.

 

લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ બાદ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છે. 18મી સુધી અમિતભાઈ  શાહ ગુજરાતમાં જ રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અમિતભાઈ શાહ  ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓક્ટોબરે આવવાના હતા. જો કે તેમનો કાર્યક્રમમાં અચાનક પરિવર્તન કરાયું હતું. તેઓ વિધાનસભા ચૂંટણીને લઇને બેઠકો યોજે તેવી શક્યતા સેવાઇ રહી છે. 18મી ઓક્ટોબરે દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.

(12:35 am IST)