Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ભારત-ચીન કોર કમાન્‍ડોની બેઠક સંભવત: આગામી સપ્‍તાહ મળવાની સંભાવના

અગાઉ સાત બેઠક મળી ચુકી છે હવે ફરી બેઠક મળશે

નવી દિલ્હીઃ લદ્દાખ સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને ચીન  (India-China)ના કોચ કમાન્ડરની 8મી બેઠક આગામી સપ્તાહે યોજાવાની છે. આ માટે હવે જે તારીખ સામે આવી છે, તે 19 ઓક્ટોબર (સોમવાર) છે. આ જાણકારી અમારી સહયોગી વેબસાઇટ WIONને સૂત્રોએ આપી છે.

પાછલા સપ્તાહે ભારત-ચીનના કોર કમાન્ડરોની 7મી બેઠક યોજાઇ હતી. આ બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચુશૂલમાં થઈ હતી અને આશરે 12 કલાક ચાલી હતી.

આ બેઠક બાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં જેટલું જલદી થઈ શકે આ મામલાનો પરસ્પર સ્વીકાર્ય ઉકેલ કાઢવાની વાત કરવામાં આવી હતી.

પાછલા દોઢ મહિના દરમિયાન બંન્ને દેશો દ્વારા જારી કરવામાં આવેલ ત્રીજા સંયુક્ત નિવેદનમાં સોમવારે થનારી વાતચીતને સકારાત્મક, રચનાત્મક અને એક-બીજા પદોની સમજ વધારવાની ગણાવવામાં આવી હતી.

ભારત અને ચીનના 2 સંયુક્ત નિવેદન સપ્ટેમ્બર મહિનામાં આવ્યા હતા. પ્રથમ મોસ્કોમાં વિદેશ મંત્રીઓની વાર્તા બાદ અને બીજુ કોર કમાન્ડરોની છઠ્ઠી વાતચીત બાદ આવ્યું હતું. 7મી બેઠકમાં ચીને જે પ્રસ્તાવ આપ્યો હતો, તેના પર ચાઇના સ્ટડી ગ્રુપમાં ચર્ચા થઈ હતી. આ ગ્રુપમાં એનએસએ અજીત ડોભાલ, રક્ષમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, સીડીએસ બિપિન રાવત સહિત ઉચ્ચ ભારતીય અધિકારી સામેલ છે. તેમણે આ મુદ્દે 90 મિનિટ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંન્ને દેશો વચ્ચે ઘણા મહિનાથી સંબંધો તણાવપૂર્ણ બનેલા છે. ચીન સતત પેન્ગોંગ ઝીલના ઉત્તરી કિનારે છે, જ્યારે આ મામલામાં ભારતે વારંવાર પોતાની અસહમતિ વ્યક્ત કરી છે. નવી દિલ્હીએ ચીની સૈનિકોને એલએસી પર એપ્રિલની સ્થિતિમાં જવાનું કહ્યું છે.

(11:44 am IST)