Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

હૈદરાબાદમાં વરસાદ-પૂરના પાણીએ પ૦ નો ભોગ લીધો

વરસાદના રોદ્ર સ્‍વરૂપથી ઠેર-ઠેર પાણી ભરાયા

નવી દિલ્‍હી : દેશના હૈદરાબાદ શહેરમાં મુશળાધાર વરસાદ વરસ્યા પછી થોડાક સમય માટે વિરામ લીધો હતો. ત્યાર બાદ ફરીથી મુશળાધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયાની શરૂઆતમાં શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ મચ્યો છે. ત્યારે આ વચ્ચે શનિવારે ફરીથી વરસાદ વરસવાને કારણે શહેરનાં ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન પર ઉંડા અસર નોંધાઈ છે.

શહેરના માર્ગો પર પાણીના ભરાવને કારણે વાહન વ્યવહાર અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.નોંધનીય છે કે આ ભારે વરસાદ અને પૂરના કારણે મૃતકોની સંખ્યા 50 પર પહોંચી છે.

નોંધનીય છેકે હૈદરાબાદ ભારે વરસાદને કારણે માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચોતરફ ભારે તારાજીના દ્વશ્યો જોવા મળ્યા હતો. સમગ્ર શહેર સમુદ્રમાં ફેરવાયું હતું, વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી હતી .ઉલ્લેખનીય છે કે રાહત અને બચાવ કાર્ય યથાવત છે.

(11:45 am IST)