Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

વરસાદથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે પીએમ મોદીને મળશે એનસીપીના સુપ્રીમો શરદ પાવર

શરદ પવાર રાજ્યના વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના પ્રવાસ પર:

મુંબઈ : પૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે, તેઓ વરસાદથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે વડા પ્રધાન મોદીને મળશે. અમે વડા પ્રધાનને કહીને વરસાદથી અસરગ્રસ્ત લોકોને મહત્તમ આર્થિક સહાય આપવાનો પ્રયાસ કરીશું

પવાર, રવિવારથી રાજ્યના વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના પ્રવાસ પર છે. તેમણે પ્રવાસની શરૂઆત ઉસ્માનાબાદ જિલ્લા ના તુલજાપુર તહસીલથી કરી હતી. લોહારા માં ખેડૂતો સાથે વાત કરતા પવારે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ખેતરની ફળદ્રુપ જમીન ધોવાઇ ગઇ છે. આના પરિણામે એક વર્ષ નહીં પણ સંપૂર્ણ 10 વર્ષ માટે ખેડૂતોનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે સોયાબીન, શેરડી અને કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આથી ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેડુતોને ફરીથી સક્ષમ કરવા માટે આર્થિક મદદની જરૂર છે. ટૂંક સમયમાં કેન્દ્રીય સહાય મેળવવી પણ મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વરસાદથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવશે, પરંતુ કેન્દ્રીય સહાય પણ જરૂરી છે. તેથી, તેઓ વડા પ્રધાનને ખેડૂતો અને વરસાદથી પ્રભાવિત લોકોની સ્થિતિ વિશે માહિતી આપશે અને તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરશે.

(8:23 pm IST)