Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

કોરોના મહામારી સામે નબળી લડાઈ માટે શહેરીકરણને પ્રોત્સાહક આર્થિક નીતિ કારણભૂત : ગોપાલકૃષ્ણ ગાંધી

જો ભારતે અલગ આર્થિક નીતિ અપનાવી હોત કો કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ જંગ સફળ રહી હોત; મહાત્મા ગાંધીના પૌત્રએ આર્થિક નીતિ પર ફરીવાર વિચારણા પર ભાર મુક્યો

નવી દિલ્હી: મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીનું કહેવુ છે કે, જો ભારતે અલગ આર્થિક નીતિ અપનાવી હોત કો કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ જંગ સફળ રહી હોત. તેમનુ માનવુ હતું કે વર્તમાન આર્થિક નીતિને કારણે મોટા પ્રમાણમાં શહેરીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે, એ ખેડૂતો જેમણે દેશના ખાદ્ય પુરવઠાને પૂરો પાડ્યો, તેઓ હવે શહેરો તરફ જવા મજબૂર બની રહ્યા છે.

ગાંધીએ દેશની આર્થિક નીતિ પર ફરીવાર વિચાર કરવાની જરુરિયાત પર જોર આપતા કહ્યુ કે, આનાથી આદ્યૌગિક અને શહેરીકરણને પ્રોત્સાહન મળશે,જેનાથી મોટાપ્રમાણમાં વસતી સ્થળાતંર થશે. તેમનો પુનર્વાસ થયો નથી. જે પ્રમાણે શહેરોમાં વસતી વિસફોટ થઇ રહ્યો છે. કોરોના મહામારી પણ એટલા જ મોટા પ્રમાણમાં ફેલાઇ રહી છે.

તેમણે જણાવ્યુ કે, આ મહામારી 100 વર્ષ પછી આવી છે, પરંતુ ભવિષ્ય કોઇએ જોયુ નથી. શક્ય છે કે, દરેક વર્ષે નવો વાયરસ, મહામારી રુપે ફેલાય. જેની સૌથી મોટી ચૂકવણી ગરીબ વસતી એ જ કરવી પડે છે.

(8:44 pm IST)