Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં મોટુ ઓપરેશન : અથડામણમાં 5 નક્સલીઓને ઠાર કરાયા

પોલીસે સી-60 કમાંડો ધનોરા તાલુકાના વન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

નવી દિલ્હી : મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લાના ગ્યારપટ્ટી વિસ્તારમાં રવિવારે એક મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ પાંચ નક્સલીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ કરવામાં આવે છે.

ગઢચિરૌલીના એસપીએ પોતાના નિવેદનમાં કહ્યુ હતું કે, પોલીસે સી-60 કમાંડો ધનોરા તાલુકાના વન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરમિયાન પોલીસના જવાનો દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નક્સલીઓ ભાગવા લાગ્યા હતા. જો કે, બાદમાં તપાસ કરવામાં આવતા પાંચ નક્સલીઓની શબ મળ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, આ તમામ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

(9:29 pm IST)