Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ભારત-ઈરાન વચ્ચે માલસામાનની અવર- જવરની 40 ટકાની છૂટ એક વર્ષ લંબાવાઈ :વેપારને પ્રોત્સાહન આપવા નિર્ણય

નવી દિલ્હી : ભારત અને ઈરાન વચ્ચે માલસામાનની અવર-જવરની મર્યાદા એક વર્ષ સુધી લંબાવી દીધી છે. હવે બંને દેશો વચ્ચે 40 ટકા માલસામાની અવર-જવર માટે એક વર્ષ સુધીની મર્યાદા મળી ગઈ છે. જહાજ મંત્રાલયે જવાહરલાલ નેહરુ બંદર અને દીનદયાળ બંદર પર /થી શહિદ બહષ્ટી બંદર, ચાબહાર, ઇરાનથી સંચાલિત માલસામાન માટેના ગ્રાહકોને વધુ એક વર્ષ માટે માલવાહક જહાજ અને જહાજને લગતા ખર્ચ માટે દરિયાકાંઠાની ગતિ માટે હાલની 40% છૂટનો લાભ લંબાવ્યો છે.

  જો ઓછામાં ઓછા 50 TEUs અથવા 5000 MT કાર્ગો શહિદ બહષ્ટી બંદરે લોડ થાય તો રાહત વેસેલ સંબંધિત ચાર્જિસ (વીઆરસી)ની વસૂલાત પ્રમાણસર લાગુ થવાની છે  ભારતીય બંદરો ગ્લોબલ લિમિટેડના સમન્વયમાં બંદરો અંગે સંયુક્ત રીતે એક માનક સંચાલન કાર્યવાહી (એસઓપી) વિકસિત કરશે. સાથે જ આ બાબત સુનિશ્ચિત કરશે કે ચાબહાર બંદરના શહિદ બહષ્ટી ટર્મિનલ પર ખરેખર ડિસ્ચાર્જ કરાયેલા અથવા ભરેલા માલસામાનને છૂટ આપવામાં આવે ડિસ્કાઉન્ટ અવધિના વિસ્તરણનો ઉદ્દેશ ઈરાનના ચાબહારના શહિદ બહષ્ટી બંદર દ્વારા વેપારને પ્રોત્સાહન આપવાનો છે. જવાહરલાલ નહેરુ બંદર અને દીનદયાળ બંદર પર/ થી શહિદ બહષ્ટી બંદરથી કાર્ગોની દરિયાઇ હિલચાલને તે વેગ આપશે.

(9:46 pm IST)