Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

હિંદુઓની હત્યા માટે ઈસ્લામિક એજન્ડા જવાબદાર છે : મનીષતિવારી

કાશ્મીરથી લઈ બાંગ્લાદેશ સુધી હિંદુઓની હત્યા પર કોંગ્રેસનો સવાલ : પૂંછમાં એક સપ્તાહમાં ૯ જવાન શહીદ થયા છે ત્યારે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાળો અને મંદિરો પર થયેલા હુમલામાં ત્રણનાં મોત થયા છે

નવી દિલ્હી,તા.૧૭ : કાશ્મીરથી લઈને બાંગ્લાદેશ સુધી હિન્દુઓની થયેલી હત્યાને લઈને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સવાલ ઉઠાવ્યો છે.

તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, શું કોઈ મોટો ઈસ્લામિક એજન્ડા આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર છે? તિવારીએ કહ્યુ હતુ કે, કાશ્મીરમાં હિન્દુઓની હત્યા, બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને પૂંછમાં નવ જવાનોની શહીદી પાછળ કોઈ લિક્ન છે ?કદાચ એવુ શક્યા છે.દક્ષિણ એશિયામાં કોઈ મોટો ઈસ્લામિક એજન્ડા અમલમાં મુકાઈ રહ્યો છે ?

ઉલ્લેખીય છે કે, મનીષ તિવારી જે ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે તે ઘટનાઓ લગભગ એક જ સમયગાળામાં બની છે.જ્યારે પૂંછમાં એક સપ્તાહમાં નવ જવાન શહીદ થયા છે ત્યારે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાળો અને મંદિરો પર થયેલા હુમલામાં ત્રણના મોત થયા છે. આ જ સમયગાળામાં આતંકીઓએ કાશ્મીરમાં સાત નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

(12:00 am IST)