Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચરણજીત સિંહચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનવાની માહિતી અપાતાં તેઓ રડી પડ્યા હતા

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં રાહુલનો ખુલાસો : ચરણજીત સિંહચન્નીએ કહ્યું હતું કે, હું ક્યારેય કલ્પના પણ નહોતો કરી શકતો કે મારા જેવા સાધારણ વ્યક્તિને આ પદ મળી શકે છે

ચંદીગઢ,તા.૧૭ : કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો હતો કે, ચરણજીત સિંહ ચન્નીને જ્યારે કહેવામાં આવ્યુ કે તમને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે તેઓ રડી પડ્યા હતા.

રાહુલે કહ્યુ હતુ કે, સોનિયા ગાંધીએ ચન્નીને ફોન પર આ જાણકારી આપી ત્યારે તેઓ રડી પડ્યા હતા અને તેમણે કહ્યુ તહુ કે, હું ક્યારેય કલ્પના પણ નહોતો કરી શકતો કે મારા જેવા સાધારણ વ્યક્તિને આ પદ મળી શકે છે.

રાહુલ ગાંધીએ જ્યારે આ વાત કરી ત્યારે કમિટિની બેઠકમાં હાજર ચન્નીએ માથુ હલાવીને તેમની વાતનુ સમર્થન કર્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે, હું એવા સમુદાયમાંથી આવુ છું જ્યાં કોઈને સ્વપ્ના જોવાની છુટ નથી.એ દિવસે હું એટલે રડ્યો હતો કે, કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધી અન્યાય પર પ્રહાર કરી રહ્યા હતા .

રાહુલ ગાંધીએ ચન્નીનુ ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, લોકો આશા રાખે છે કે, કોંગ્રેસ અમારા માટે લડશે અને લોકોને પણ એ જ વાતમાં રસ છે કે, કોંગ્રેસ એક થઈને વંચિતોના અધિકાર તેમજ લોકશાહી માટે લડે.એસટી, એસસી અને ઓબીસીના લોકો લીડર ના બની શકે તે માન્યતા સામે કોંગ્રેસે લડવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે, ભાજપ અને આરએસએસ સમાજને ધર્મના આધારે વ હેંચવા માંગે છે.લોકશાહી માટે આ બહુ ખતરનાક બાબત છે.આની સામે પણ આપણે લડવાની જરુર છે.

(12:00 am IST)