Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પાકિસ્તાને આશ્ચર્યજનક પગલું ભરતા ચીનની કંપનીને બ્લેકલિસ્ટ કરી

ચીનની કંપની પર સરકારી પરિયોજનામાં બોલી દરમિયાન નકલી દસ્તાવેજ જમા કરવાનો આરોપ

નવી દિલ્હી : પાકિસ્તાને આશ્ચર્યજનક પગલું ભરતા ચીનની કંપનીને બ્લેકલિસ્ટ કરી છે. ચીનની કંપની પર સરકારી પરિયોજનામાં બોલી દરમિયાન નકલી દસ્તાવેજ જમા કરવાનો આરોપ છે. પાકિસ્તાને આ આરોપમાં ચીનની કંપનીને બ્લેકલિસ્ટ કરીને એક મહિના માટે બધી ટેન્ડર પ્રક્રિયામાંથી ભાગ લેતા રોકી દીધી છે. પાકિસ્તાનની નેશનલ ડિસ્પેચ કંપની (એનટીડીસી)એ ચીનની કંપનીને બ્લેકલિસ્ટ કરી છે.

એનટીડીસીની ઓફિસે બે દિવસ પહેલા જારી કરેલા પત્ર મુજબ ચીનની આ બ્લેકલિસ્ટ કરાયેલી કંપનીની સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો કરાર નહી કરવામાં આવે. તેની સાથે આ બ્લેકલિસ્ટ કરાયેલી કંપનીની વિગત બીજા સરકારી એકમોમાં પણ મોકલવામાં આવશે અને સરકારી પોર્ટલો પર પણ અપડેટ કરાશે, જેથી ભવિષ્યમાં આ કંપની જ્યારે પણ કોઈપણ ટેન્ડર ભરે ત્યારે તેના પર ખાસ ધ્યાન રાખવામાં મદદ મળશે.

આ પત્રની નકલો એનટીડીસીના મેનેજિંગ ડિરેક્ટર, જળવાજળા અને વિકાસ ઓથોરિટીના વડા, પાકિસ્તાન એન્જિનિયરિંગ કાઉન્સિલ, નેશનલ એન્જિનિયરિંગ સર્વિસિસ પાકિસ્તાનના એમડી સહિત ઘણા વિભાગોના અધિકારીઓને મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ચીનની કંપનીએ પાકિસ્તાનના લશ્કરને ઉતરતી કક્ષાના ડ્રોન પૂરા પાડયા હતા. તેના લીધે પાકિસ્તાનના લશ્કર અને ચીનની તે કંપની વચ્ચેના સંબંધો બગડયા હતા. પાકિસ્તાન ચીનના ઉતરતી કક્ષાના પુરવાને લેવા માંગતુ નથી. આ ઘટના પછી પાકિસ્તાન લશ્કર પણ ચીન પાસેથી મળતી લશ્કરી સામગ્રીની ક્ષમતાની વિશેષ ચકાસણ કરે છે.

(11:54 pm IST)