Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ, ખરાબ સમય નથી ગયો

કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ વી.કે.પોલની ચેતવણી

નવી દિલ્હી,તા. ૧૮: કોવિડ ટાસ્કફોર્સના ચીફ વી.કે.પોલે જણાવ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે પરંતુ એ કહેવું યોગ્ય નથી કે ખરાબ સમય વીતી ગયો છે.

કોવિડ-૧૯ને રોકવા માટે રસીકરણના મહત્વ પર ભાર મૂકતાં પોલે કહ્યું હતું કે અમે તમામ લાયકાત ધરાવતા લોકોને રસી આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ. તેમણે કહ્યું હતું કે, 'રસી પુરવઠાની પરિસ્થિતિને જોતાં પુખ્ત વયની વસ્તીમાં બધા માટે સંપૂર્ણ રસીકરણ અમારી પહોંચમાં છે.'

સાથે જ બાળકો અને કિશોરોના રસીકરણ અંગે કોવીડ ટાસ્ક ફોર્સના વડાએ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક દલીલોના આધારે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે અને તેમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. દેશમાં ઝાયડસ કેડિલા કોરોના-પ્રતિરોધક રસી ઉપલબ્ધ હોવા અંગે પોલે કહ્યું હતું કે તેનો ઉપયોગ ટૂંક સમયમાં ભારતીયો માટે કરવામાં આવશે.

(9:56 am IST)