Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ ફરી દિલ્હી પ્રવાસે : અમિતભાઇ શાહ સાથે કરશે મુલાકાત : રાજકારણમાં ગરમાવો

કેપ્ટનની બે દિવસની દિલ્હીની મુલાકાતને લઈને અનેકવિધ અટકળ શરૂ

નવી દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી છે. તેઓ હવે રાજકારણમાં અલગ પ્લાન બનાવી રહ્યા છે પરંતુ આ મામલે તેમણે હજું સુધી કોઈ ખુલાસો નથી કર્યો. પરંતુ તેમની ગતી વિધીઓ પર કોંગ્રેસજ નહી બધીજ રાજકીય પાર્ટીઓ નજર રાખી રહી છે. કારણકે તેમને રાજકારણમાં લાંબો અનુભવ છે.

પંજાબંમાં બીએસએફના જવાનોને 50 કિમીના દાયરામાં વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જે મામલે સૌ કોઈને એમ લાગી રહ્યું છે કે કેપ્ટને જ કેન્દ્ર સરકાર સાથે મળીને આ કાર્યને અંજામ અપાવ્યો છે.

કેપ્ટન ફરી દિલ્હી પ્રવાસે ગયા છે. જ્યા આજે તેઓઔ ફરી વખત ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત લેશે તેવી ચર્ચા ચાલી રહી છે. તેઓ ત્રીજી વખત અમિતભાઈ શાહને મલી શકે છે. બીજી તરફ કૃષિ કાયદાને લઈને આંદોલનનું સમાધાન થાય તેને લઈને પણ મુલાકાત તેઓ કરવાના તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદ પરથી હટ્યા બાદ અમરિંદર સિંહ ત્રીજી વખત દિલ્હી પ્રવાસે ગયા છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે તેઓ વધું 2 દિવસ સુધી દિલ્હીમાં જ રહેશે. જ્યા તેઓ પંજાબને લઈને વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. જેમા તેઓ ખાસ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલકાત કરી શકે છે.

 

(12:17 pm IST)