Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

છેલ્લા એક વર્ષમાં જ 2.7 કરોડથી વધુ લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા

ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડીના કેસોમાં પણ ધરખમ વધારો

નવી દિલ્હી : હાલમાં  સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. દરેક લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની સાથે સાથે ઓનલાઈન પેમેન્ટ અને અન્ય અનેક વેબસાઈટોનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડીના કેસોમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે.   લોકડાઉન દરમિયાન ઓનલાઈન ફ્રોડ જેવા સાઈબર ક્રાઈમના કેસોમાં ધરખમ વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં જ 2.7 કરોડથી વધારે લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે.

(12:49 pm IST)