Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કલ્યાણની જેલમાં ૨૦ કેદીઓને કોરોના થયો

તંત્રમાં ભારે હલચલ મચી ગઈ

મહારાષ્ટ્ર, તા.૧૮ : દેશભરમાં કોરોનાની બીજી લહેરની ધીમી પડેલી રફતાર વચ્ચે નવા કેસ પણ ઘટી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે આવેલી આધારવાડી જેલમાં ૨૦ કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ તંત્રમાં હલચલ મચી ગઈ છે.

તમામને થાણેની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ પહેલા એપ્રિલમાં પણ આ જેલમાં ૩૦ કેદીઓ સંક્રમિત થયા હતા. દરમિયાન મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૭૧૫ કેસ સામે આવ્યા છે. આમ તો આ આંકડો ઓછો છે પણ બીજા રાજ્યોની સરખામણીમાં વધારે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૧.૩૯ લાખ લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલમાં ૨૮૦૦૦ જેટલા કેસ હજી સક્રિય છે. મુંબઈમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ ગઈકાલે પહેલી વખત એવુ બન્યુ હતુ કે, ૨૪ કલાકમાં કોઈનુ મોત ના થયુ હોય.

(7:30 pm IST)