Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

૨૪ કલાકમાં ૧૩૫૯૬ નવા કેસ : ૧૬૬ મોત

નવા કેસ - મૃત્યુઆંક ઘટયા : ૮ મહિનાનો સૌથી નીચો આંક : એકટીવ કેસ પણ ઘટયા : રીકવરી રેટ ૯૮.૧૨%

નવી દિલ્હી તા. ૧૮ : દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫૯૬ નવા કેસ સામે આવ્યા છે જેના કારણે એકટીવ કેસ પણ સતત ઘટી રહ્યા છે. હાલ એકટીવ કેસ ૧,૮૯,૬૯૪ રહી ગયા છે. ૨૩૦ દિવસો એટલે કે ૮ મહિના બાદ આવી વિગતો સામે છે તે રાહત પહોંચડે છે. નવા કેસો ઘટતા અને સાજા થયેલા કેસને કારણે રીકવરી રેટ પણ સુધર્યો છે. જો કે રીકવરી રેટ પણ સુધરી રહ્યો છે. જે ૯૮.૧૨ ટકા થઇ ગયો છે. આ આંકડો ગત માર્ચના લેવલે પહોંચ્યો છે.

એક તરફ દેશમાં ૨૪ કલાકમાં માત્ર ૧૩ હજારની નજીક નવા કેસ મળ્યા છે તો ૧૯૫૮૨ લોકો રીકવર પણ થયા છે.

એટલું જ નહિ અત્યાર સુધી મળેલા કુલ કેસોના મુકાબલે એકટીવ કેસની સંખ્યા જોઇએ તો તે માત્ર ૦.૫૬ ટકા જ રહી ગયા છે. હાલ એકટીવ કેસ માત્ર ૧.૮૯ લાખ છે. જે ૨૨૦ દિવસમાં સૌથી ઓછો છે. વીકલી પોઝીટીવીટી રેટ પણ ઘટીને ૧.૩૦ ટકા થયો છે.

આજે ૮ મહિના બાદ રાહતના સમાચાર મળ્યા છે. ૨૪ કલાકમાં ૧૬૬ લોકોના મોત થયા છે. અત્યાર સુધી ૩,૩૪,૩૯,૩૩૧ લોકો ઘરે ગયા છે. કુલ કેસ ૩,૪૦,૮૧,૩૧૫ થયા છે.

(3:35 pm IST)