Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સ્ટાર ટ્રેકની રાઇફલ ખરીદવી છે? હરાજી ૧.૮ કરોડ રૂપિયાથી શરૂ

નવી દિલ્હી, તા.૧૮: સ્ટાર ટ્રેક સિરીઝના ચાહકો માટે આ સિરીઝ સાથે જોડાયેલી એક મોંદ્યેરી ચીજ મેળવવાની તક આવી છે, પણ એ મોંદ્યેરી તક અત્યંત મોંઘીદાટ છે. એ ચીજ છે માત્ર સ્ટાર ટ્રેકમાં જોવા મળેલી અને કાલ્પનિક હથિયાર જેવી એક યુનિક રાઇફલ. આ અનોખી બંદૂક સ્ટાર ટ્રેક ઓરિજિનલ સિરીઝમાં ૧૯૬૬થી ૧૯૬૯ દરમ્યાન પહેલી વાર જોવા મળી હતી, જેમાં વિલિયમ શેટનર ફેઝરે ભજવેલા પાત્ર કેપ્ટન જેમ્સ કિર્કના હાથમાં આ રાઇફલ હતી.

ગેમ ઓફ લાઇફના રચયિતા રુબેન કલેમર દ્વારા આ રાઇફલને ડિઝાઇન કરવામાં આવી હતી. અત્યારે આ રાઇફલ રિયલ એસ્ટેટ ડેવલપર જોન અઝારિયન પાસે છે, જેમણે ૧૯૯૫ની હરાજીમાંથી એ ખરીદી હતી. રાઇફલ પર સુંદર લાકડાની ગોળાકાર ફિનિશિંગ કરવામાં આવ્યું છે. રંગબેરંગી સજાવેલું બટન, પેનલ, ગ્રિલ્સ અને ટેલિસ્કોપિક એન્ટેના જેવી અન્ય બાબતોમાં પણ અનેક રીતે આ રાઇફલ યુનિક છે. ઘણો સમય થયો હોવા છતાં રાઇફલ એકદમ સુંદર સ્થિતિમાં છે. સાયન્સ ફિકશન સંગ્રહકારો માટે ટોચની હોલી ગ્રેઇલ્સમાં આ રાઇફલનો સમાવેશ છે. હેરિટેજ ઓકશનમાં આ રાઇફલની હરાજી થશે, જેમાં બિડની શરૂઆત ૨,૫૦,૦૦૦ ડોલરથી એટલે કે અંદાજે ૧.૮ કરોડ રૂપિયાથી કરવામાં આવશે.

(3:36 pm IST)