Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

નવરાત્રિમાં મુંબઈમાં દરરોજ લગભગ ૪૦૦ નવા ફ્લેટ વેચાણ

આ તહેવારની સિઝનમાં પ્રોપર્ટી માર્કેટમાં તેજીઃ મુંબઈ, કોલકાતા અને દિલ્હી-એનસીઆરમાં રહેણાંક મિલકતના વેચાણમાં મોટો ઉછાળો

  મુંબઇઃ તહેવારોની સીઝનમાં છેલ્લા પાંચ વર્ષથી સુસ્ત રહેલી પ્રોપર્ટી માર્કેટમાં આ વર્ષે તેજી આવી છે. પ્રોપર્ટી માર્કેટમાં તેજી છે. મુંબઈ, કોલકાતા અને દિલ્હી-એનસીઆરમાં ઘરના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. નવરાત્રિના ૯ દિવસ દરમિયાન મુંબઈમાં દરરોજ ૪૦૦ નવા ફ્લેટ વેચાય છે. જ્યારે ઓગસ્ટમાં દરરોજ ૨૧૯ અને સપ્ટેમ્બરમાં ૨૬૦ મકાનો નોંધાયા હતા. કન્સલ્ટિંગ ફર્મ નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન મુંબઈમાં ૩,૨૦૫ પ્રોપર્ટી રજીસ્ટર કરવામાં આવી હતી.

 ૧૭ ટકા થી વધુ રજીસ્ટ્રેશન

 નાઈટ ફ્રેન્ક અનુસાર, ઓકટોબર ૨૦૨૧માં દૈનિક નોંધણી ઓગસ્ટની સરખામણીમાં ૧૭ ટકા વધારે છે. ઓકટોબરના પહેલા બે સપ્તાહમાં મુંબઈમાં કુલ ૪,૦૫૨ મિલકતો નોંધાઈ હતી. કોલકાતા અને દિલ્હી-એનસીઆરમાં પણ વધારો જોવા મળ્યો. અત્યાર સુધીમાં વર્ષ ૨૦૨૧ માં કોલકાતામાં ૩૫,૧૪૯ મકાનો વેચાયા હતા, જે ૨૦૨૦ની તુલનામાં ૧૦૨ ટકા વધુ છે.

૫૦ ટકા વધુ વેચાણની અપેક્ષા છે

 રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર કવાર્ટરમાં ૧૦૦૦ ચોરસ ફૂટના મકાનોની નોંધણીમાં ૪૦૩ ટકાનો ઉછાળો આવ્યો હતો. રિયલ એસ્ટેટ ક્ષેત્રને અપેક્ષા છે કે આગામી ૩ મહિનામાં દિલ્હી-એનસીઆરમાં ૧૬,૦૦૦ નવા મકાનો વેચવામાં આવશે. જો આવું થશે તો તે ગયા વર્ષની સરખામણીએ ૫૦ ટકા વધુ હશે. તેને નીચા વ્યાજ દરથી પ્રોત્સાહન મળ્યું છે. 

(3:37 pm IST)