Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

એચપીસીએલ અને બીપીસીએલના ડીસઇન્વેસ્ટમેન્ટની તૈયારી

નવી દિલ્હીઃ મીનીસ્ટ્રી ઓફ ડીસઇન્વેસ્ટમેન્ટના એક સીનીયર અધિકારી અનુસાર બે સરકારી રીફાઇનરી કંપનીઓ હિંદુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ અને ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડમાંનો પોતાનો હિસ્સો ડીસ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પ્રપોઝલ સરકાર ધ્યાનમાં લઇ રહી છે. પેટ્રોલીયમ મંત્રાલયને આ અંગેની એક ફોર્મલ પ્રપોઝલ મોકલી અપાઇ છે. ડીસઇન્વેસ્ટમેન્ટ આ કંપનીઓના ડીસઇન્વેસ્ટમેન્ટ માટે એપ્રીલ ૨૦૦૨ની પ્રાઇઝીંગ મીકેનીઝમનો આધાર લીધો છે.

(3:38 pm IST)