Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

હિમવર્ષાને કારણે મનાલી-લેહ હાઇવે બંધ સરચૂમાં ઓકસીજનની કમીથી એક પર્યટકનું મોત

લાલૌલનાં સરચૂમાં ઓકસીજનની કમીને કારણે પર્યટકનું મોત થઇ ગયુ છેઃ જયારે કુંજુમ વિસ્તારથી સાત પર્યટકોને રેસ્કયૂ કરવામાં આવ્યાં છે

સીમલા, તા.૧૮: હિમાચલ પ્રદેશનાં મનાલી-લેહ હાઇવેને આ અઠવાડિયે સંભવિત હિમવર્ષાને કારણે અધિકારીઓએ બે દિવસ માટે બંધ કરી લીધો છે. મનાલી-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ ૨૧ પર ૧૮ ઓકટોબર સુધી હિમવર્ષાની સંભાવના વધુ છે.

 ઉપાયુકત લાહૌલે જણાવ્યું કે, બારાલાચા ટોપ પર આશરે બે ફૂટ બરફ છે. જયારે હવામાન સાફ હશે તો રોડ ખોલવામાં ૪૮ કલાક લાગશે. આપને જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશમાં રવિવારનાં વરસાદ અને હિમવર્ષા થઇ છે જેને કારમે રોહતાંગ વિસ્તારમાં ફરી બરફની ચાદર પથરાઇ ગઇ છે.

બારાલાચા, કુંજુમ પાસ, મનાલી, લાહૌલ-સ્પીતિ, ધૌલાધાર, અને ચંબાની ચોટીઓ ઉપરાંત મણિમહેશમાં હાલમાં જ હિમપાત થયું છે.

બરફ બાદ બે દિવસ માટે રોહતાંગ વિસ્તારમાં પર્યટકોનાં આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે.

જોકે, અટલ ટનલથી આવન-જાવન ચાલુ રહેશે. લાહૌલનાં સરચૂમાં ઓકસીજનની કમીથી એક પર્યટકનું નિધન થઇ ગયુ છે. જયારે કુંજુમ વિસ્તારમાં સાત પર્યટકોનું રેસ્કયુ કર્યુ હતું.

(4:41 pm IST)