Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ખાતરમાં કરેલ ભાવ વધારો પાછો ખેંચી લેવાયાની કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની જાહેરાતઃ ખેડૂતોને હાશકારો થયો

કેટલીક કંપનીઓએ કરેલ ભાવવધારો પાછો ખેંચી લેવા સૂચના આપી દેવાઇ

ખાતરના ભાવ વધારાની વાતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પણ કેન્દ્ર સરકારે આજે કરેલી જાહેરાત બાદ ખેડૂતોને મોટી રાહત મળી છે.

ખાતરના ભાવ વધારા વચ્ચે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી, ખેડૂતોને મોટી રાહત આપતા કહ્યું નવા વધારેલા ભાવ પ્રમાણે સબસિડીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. કેટલીક કંપનીએ ખાતરમાં ભાવ વધારો કર્યો હતો જે પાછો ખેચવા સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં ખાતરનાં ભાવ અંગે અસમંજસ જેવી સ્થિતિ વચ્ચે ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી રહી છે .આ વચ્ચે ગુજરાતના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ખેડૂતો પર ખાતર વધારોનો કોઈ પણ બોજ નાખવામાં આવશે નહીં. સરકાર ખાતરની સબસિડીમાં વધારો કરી પહેલા પ્રમાણે જ હાલ ખેડૂતોને ખાતર મળી રહે તે માટે કટિબધ્ધ છીએ. સાથે જ તેમણે કયા ખાતરની સબસીડીમાં સરકારે કેટલો વધારો કર્યો તેની પણ માહિતી આપી હતી.

ખાતરના ભાવ મુદ્દે કેન્દ્રીય મંત્રીનું નિવેદન

- આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં થયો વધારો

- યુરિયામાં પ્રતિ બેગ 2000 રૂ. સબસિડી કરાઇ

- DAPમાં 1650, NPKમાં 1050, SSPમાં 375 રૂપિયાની સબસિડી કરાઇ

કયા ખાતરમાં કેટલો થયો હતો ભાવ વધારો

                          પહેલા          હવે              કુલ વધારો

NPK ખાતર              1185 રૂ.         1440 રૂ.         255 રૂ.

NPK 12:32:16 1185 રૂ.        1450 રૂ.         265 રૂ.

મહાધન 10:26:26       1295 રૂ.         1750 રૂ.         455 રૂ.

મહાધન 12:32:16       1300 રૂ.        1800 રૂ.        500 રૂ.

સલ્ફેટ                    656 રૂ.          775 રૂ.          119 રૂ.

પોટાશ                  975 રૂ.          1040 રૂ.        65 રૂ.

સરકારની જાહેરાત બાદ ખેડૂતોને પહેલાના ભાવે જ હવે ખાતર મળી રહેશે ભાવ વધારો થતાં સામે સબસિડીમાં પણ વધારો થયો છે. ખાસ કરીને યુરિયા અને ડીએપી ખાતરનો ખેડૂતો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. આંતર રાષ્ટ્રીય કક્ષાએ ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. જે બાદ ભારતમાં પણ ખાતર કંપનીઑએ ભાવ વધારો ઝીકયો હતો. પણ સરકારે સબસિડીની વધારી ખાતર કંપનીઑને ભાવ વધારો પાછો ખેચવા સૂચના આપી છે.

(5:30 pm IST)