Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

લાખો લોકોના રોષનો પડશે પડઘો : પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા કવાયત:નાણા મંત્રાલય સાથે કેન્દ્રની વિચારણા શરુ

પેટ્રોલિયમ મિનિસ્ટ્રી ઓઈલ ઉત્પાદક દેશો સાથે કરી રહી છે મંત્રણા : સરકારે સાઉદી અરબથી માંડીને રશિયાનો સાધ્યો સંપર્ક : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રુપિયાનો ઘટાડો સંભવ

નવી દિલ્હી :  દેશમાં આસમાને આંબી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવની નીચે લાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં લોકોને રાહત મળે તેવી પૂરી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બન્નેએ ભાવઘટાડો કરવો જોઈએ.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી ઓઈલ ઉત્પાદક દેશો સાથે મંત્રણા કરી રહી છે. સરકાર સાઉદી અરબથી માંડીને રશિયાનો સંપર્ક સાધી રહી છે. તેમણે કહ્યું કે આગામી ત્રણ મહિના સુધી ગ્લોબલ ઓઈલના ભાવ બેરલ દીઠ 70 ડોલરર રહેવા જોઈએ

જોકે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સરકારનો કોઈ પ્લાન નથી પરંતુ આગામી સમયમાં ગમે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. 

સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રુપિયાનો ઘટાડો કરે તેવી સંભાવના છે.

પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ ટ્વિટ કરીને કેટલાક આંકડા આપ્યાં હતા જેમાં તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ટેક્સને નામે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. 

(6:54 pm IST)