Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મનોચિકિત્સા વિષયક પુસ્તકોમાં કૌમાર્ય વિશે અવૈજ્ઞાનિક માહિતી છે : LGBTQIA અથવા સમલૈંગિકો વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ છે : મદ્રાસ હાઇકોર્ટે આવા અવૈજ્ઞાનિક અને ભેદભાવ દર્શાવતા પુસ્તકો ઉપર પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો : નેશનલ મેડિકલ કમિશને એડવાઈઝરી જાહેર કરી

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે તાજેતરમાં જ ભારતમાં તબીબી અભ્યાસક્રમોમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આ ક્રમમાં નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) એ ગયા અઠવાડિયે એક એડવાઇઝરી જારી કરી હતી, જેમાં તમામ તબીબી સંસ્થાઓને 'એલજીબીટીક્યુઆઇએ+ સમુદાયને ધ્યાનમાં લેવાનું' કહ્યું હતું. તથા અવૈજ્ઞાનિક ,અપમાનજનક અને ભેદભાવપૂર્ણ માહિતી' ધરાવતા પાઠ્યપુસ્તકો ઉપર એડવાઈઝરી જાહેર કરી છે.

તે જોવામાં આવ્યું હતું કે વિવિધ તબીબી શિક્ષણ પુસ્તકોમાં મુખ્યત્વે ફોરેન્સિક દવા અને મનોચિકિત્સા વિષય પર કૌમાર્ય વિશે અવૈજ્ઞાનિક અને અવૈધાનિક માહિતી છે. તેમાં LGBTQIA સમુદાય અને સમલૈંગિકો વિશે અપમાનજનક ટિપ્પણીઓ પણ શામેલ છે.

જસ્ટિસ આનંદ વેંકટેશે 31 ઓગસ્ટના આદેશમાં NMC અને સાઈકિયાટ્રિક સોસાયટી ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી હતી. જસ્ટિસ દ્વારા ઓર્ડર પસાર કરવામાં આવ્યો હતો કે એમબીબીએસનો વર્તમાન અભ્યાસક્રમ ક્યુરફોબિયા (સમલૈંગિકો પ્રત્યે ભય અથવા નફરત) ને માન્ય કરતું સ્વરૂપ આપે છે.

એન એમ સી દ્વારા જારી કરાયેલી એડ્વાઇઝરીમાં જણાવાયું છે કે પાઠ્યપુસ્તકોમાં ઉપલબ્ધ વૈજ્ઞાનિક સાહિત્ય, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ અને માનનીય અદાલતો દ્વારા પસાર કરાયેલા નિર્દેશો અનુસાર હોવું જોઈએ. જેમાં કૌમાર્ય, LGBTQIA+ સમુદાય અને સમલૈંગિકો વિશે અવૈજ્ઞાનિક , અપમાનજનક અને ભેદભાવપૂર્ણ માહિતી હોય તો યુનિવર્સિટીએ ભલામણ કરેલા પુસ્તકો તરીકે મંજૂરી ન આપવી જોઈએ. તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(7:08 pm IST)