Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા પર રોક : બદ્રીનાથમાં 2000 લોકો અને સૌથી વધુ કેદારનાથમાં 2700 જેટલા નાગરીકો ફસાયા

ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં પરિસ્થિતી ખરાબ:રાજ્યમાં કુલ 65 રસ્તાઓ બંધ કરી દેવાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને રોકવામાં આવી છે. ભારે વરસાદને કારણે કુલ 65 જેટલા રસ્તા અત્યાર સુધીમાં બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હજારો યાત્રીઓ ફસાઈ ગયા છે. જેમા સૌથી વધારે કેદારનાથમાં કુલ 2700 જેટલા નાગરીકો ફસાયા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે ગૃહમંત્રી અમિતભાઈ શાહે ફોન પર જાણકારી મેળવી છે , ઉપરાંત મુખ્યમંત્રીએ પણ પર્યટકોનું ખાસ ધ્યાન રાખવા માટેના આદેશ જાહેર કર્યા છે. સાથેજ જે લોકો વરસાદમાં ફસાયા થે. તેમને જરૂર પડે તો હેલિકોપ્ટર દ્વારા પણ મદદ આપવા આદેશ આપ્યા છે. 

ભારે વરસાદને કારણે વાતાવરણ બગડી જતા ચારધામ યાત્રાને પૂરી રીતે રોકી દેવામાં આવી છે. વરસાદને કારણે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે જોકે ઘણા બદા યાત્રાળુંઓ ફસાઈ ગયા છે. જેમા બદ્રીનાથમાં 2 હજાર યાત્રાળુંઓ ફસાઈ ગયા છથે. કેદારનાથમાં 2700 યાત્રાળુંઓ ફસાયા છે અને ગંગોત્રીમાં 300 જેટલા યાત્રાળુંઓ ફસાઈ ગયા છે

દરેક યાત્રાળુંને જ્યા સુધી પરિસ્થિતી ન સુધરે ત્યા સુધી ત્યા સુધી યાત્રા ધામમાંજ રોકવામાં આવ્યા છે. જોકે તંત્ર દ્વારા યાત્રાળુંઓને દરેક સુવિધા આપવામાં આવી રહી છે. ગઈકાલથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી યાત્રાળુંઓને હાલ યાત્રા રોકવા માટે સરકારે અપીલ કરી છે.

(7:15 pm IST)