Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાલે રાહુલ ગાંધી આવશે ગુજરાત !: મહેસાણામાં સેવાદળના કેમ્પમાં આપશે હાજરી

કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા મોડી રાત્રે અથવા સવારે પહોંચશે અમદાવાદ : કાર્યક્રમની સત્તાવાર વિગતો મોડીરાત્રે જાહેર થવા સંભાવના

અમદાવાદ : આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતની મૂલાકાતે આવી શકે છે અલબત્ત ગાંધીના મૂલાકાતના કાર્યક્રમને સત્તાવાર સમર્થન હજુ મળ્યું નથી પરંતુ મોડીરાત્રે કાર્યક્રમની સત્તાવાર વિગતો જાહેર થવાની સંભાવના છે

  દરમિયાન રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતના પગલે કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા મોડી રાત્રે અથવા સવારે અમદાવાદ પહોંચશે તેમ જાણવા મળે છે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાત વેળાએ મહેસાણા ખાતે સેવાદળના કેમ્પમાં  હાજરી આપશે તેમ જાણવા મળે છે રાહુલ ગાંધીની સંભવિત મૂલાકાતને કારણે કોંગ્રેસ એક્ટિવ થયું છે મોડી રાત સુધીમાં કાર્યક્રમ જાહેર થઇ જશે

(7:24 pm IST)