Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

લખીમપુર હિંસા કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ : ભાજપના સભ્ય સુમિત જયસ્વાલ સહીત ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ પૈકી એક પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને ત્રણ ગોળીઓ મળી આવી : ધરપકડનો કુલ આંકડો કુલ 10 નો થયો

લખીમપુર : લખીમપુર હિંસા કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાજપના સભ્ય સુમિત જયસ્વાલ , શિશુપાલ, સત્ય પ્રકાશ ત્રિપાઠી ઉર્ફે સત્યમ અને લખનૌના નંદન સિંહનો સમાવેશ થાય છે.

વાયરલ થયેલા હિંસાના વીડિયોમાં માત્ર સુમિત જયસ્વાલ જ થાર જીપમાંથી દોડતા જોવા મળ્યા હતા. પોલીસ્ને  સત્યપ્રકાશ ત્રિપાઠી પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને ત્રણ ગોળીઓ પણ મળી આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.તેવું એચ..ટી એચ.દ્વારા જાણવા મળે છે.

(9:16 pm IST)