Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ: એકનું મોત : પાંચ પોલીસ સહીત દસ લોકો ઘાયલ

સરિયાબ રોડ પર પાર્ક કરેલા પોલીસ વાહન પાસે વિસ્ફોટ : સુરક્ષા અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં સરિયાબ રોડ પર બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે આ વિસ્ફોટ થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સરિયાબ રોડ પર પાર્ક કરેલા પોલીસ વાહન પાસે થયો હતો.

આ વિસ્ફોટમાં એકનું મોત થયું હતું અને પાંચ પોલીસ સહિત દસ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતા જ કાયદા અમલીકરણ એજન્સીઓ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

(9:27 pm IST)