Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ભારતીય રિઝર્વ બેંકે એસબીઆઇને ફટકાર્યો એક કરોડનો દંડ

બેંકની સૂચનાઓનું પાલન ન કરવા બદલ આરબીઆઇ દ્વારા રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પર આધારિત કાર્યવાહી: બેંક દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર સાથે તેનો કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેંકએ ભારતીય સ્ટેટ બેંક (SBI) ને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે સ્ટેટ બેંકને આ દંડ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા બદલે ફટકાર્યો છે.

RBI એ કહ્યું કે, 18 ઓક્ટોબર 2021 ના SBI પર ભારતીય રિઝર્વ બેંક (વ્યાપારી બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા છેતરપિંડી વર્ગીકરણ અને રિપોર્ટિંગ) એ 2016 ની સૂચનાઓનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. RBI એ આ દંડ તેમના બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 45(4)(i) અને 51(1) ની સાથે સેક્શન 47A (1)(c) અંતર્ગત તેની સત્તાનો ઉપયોગ કરીને આ દંડ ફટકાર્યો છે.

RBI એ કહ્યું કે આ કાર્યવાહી રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પર આધારિત છે. બેંક દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર સાથે તેનો કોઈ સંબંધ નથી.

RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક ખાતાની ચકાસણી દરમિયાન આ અનિયમિતતા જાણવા મળી હતી, જેના સંદર્ભમાં સેન્ટ્રલ બેંકે SBI ને નોટિસ પણ આપી હતી. તેમાં સ્ટેટ બેંકને પૂછવામાં આવ્યું કે નિયમોની આ ઉપેક્ષા માટે તેને દંડ કેમ ન કરવો જોઇએ.

વ્યક્તિગત સુનાવણી અને નોટિસ પર બેંકના જવાબ પછી, RBI એ નિર્ણય લીધો કે જો સેન્ટ્રલ બેંકના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપોની પુષ્ટિ થાય તો SBI પર નાણાકીય દંડ ફટકારવો જરૂરી છે.

(10:29 pm IST)