Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઉત્તરાખંડમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ કરાયું :પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

ઉત્તરાખંડ સંપૂર્ણપણે લાયક લાભાર્થીઓને કોવિડ -19 રસીની પ્રથમ ડોઝ આપનારૂ રાજ્ય બન્યું

નવી દિલ્હી : ઉત્તર ખંડ રાજ્યના તમામ પાત્ર લાભાર્થીઓને કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે, એટલે કે ઉત્તરાખંડમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે. વડાપ્રધાન  મોદીએ પણ રાજ્યની આ સિદ્ધિ બદલ રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે દેવભૂમિના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. કોવિડ સામે દેશની લડાઈમાં ઉત્તરાખંડની આ સિદ્ધિ ખૂબ મહત્વની છે. મને વિશ્વાસ છે કે વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણું રસીકરણ અભિયાન સૌથી અસરકારક રહેશે અને તેમાં લોકોની ભાગીદારી મહત્વની છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં, ઉત્તરાખંડ સંપૂર્ણપણે લાયક લાભાર્થીઓને કોવિડ -19 રસીની પ્રથમ ડોઝ આપનારૂ રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડે 17 ઓક્ટોબરે રવિવારે આ લક્ષ્‍ય પ્રાપ્ત કર્યું.

(12:02 am IST)