Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

હિલ સ્ટેશન માઉન્ટ આબુ પ્રવાસીઓ ઉમટયા : ત્રણ દિવસમાં વાહનવેરાની 5 લાખની આવક

ત્રણ દિવસમાં ૪ હજાર ૪૫૫ વાહનોમાં અંદાજે ૫૫ હજાર પ્રવાસીઓ આવ્યા

આબુ : હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડા પવનોથી આનંદ છવાયો છે.દિવાળીની સીઝનથી ટૂરિસ્ટ ટ્રાફિક ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે પર્યટન ઉદ્યોગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક દિવસોમાં, પ્રવાસીઓની સંખ્યા વધશે જેથી લોકડાઉન સમયની ખોટ પૂરી થશે.

 માઉન્ટ આબુમાં સાડા ત્રણ દિવસમાં ૪ હજાર ૪૫૫ વાહનોમાં અંદાજે ૫૫ હજાર પ્રવાસીઓ આવ્યા છે. જેથી પાલિકાને પણ વાહન વેરાની 5 લાખથી વધુની આવક થઇ છે

(9:09 am IST)