Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

WHOની મોટી ચેતવણી: માત્ર વેક્સિનથી કોરોના ખત્મ નહીં થાય :સાવધાની રાખવી ખુબ જ જરૂરી

પરીક્ષણ, આઈસોલેશન અને કોરોનાના કેસ પર નિયંત્રણ રાખવા અને લોકોને સાવધાન રહેવાની જરૂર

નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસને કહ્યું કે માત્ર વેક્સિનથી કોરોના મહામારી ખત્મ નહીં થાય. કોરોના વાઈરસનો પડકાર જીવન અને રોજગારીની વચ્ચે પડકાર નથી પણ એક જ લડાઈનો ભાગ છે. કોવિડ 19 મહામારીની શરૂઆતથી જ અમે જાણીએ છે કે મહામારીને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિન ખૂબ જ આવશ્યક હશે પણ એ વાત પણ સમજવાની રહેશે કે માત્ર એક વેક્સિન જ કોરોનાથી જીતવામાં સફળ સાબિત થશે?

 

ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું કે દુનિયાભરની ઘણી કંપનીઓ દ્વારા વિકસિત કોરોના વાઈરસ વેક્સિન હાલમાં ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા ચરણમાં છે. તેમાં રશિયાની સ્પુતનિક વી, ભારત બાયોટેકની કોવેક્સીન અને ફાઈઝરની BNT162 mRNA આધારિત વેક્સિન સામેલ છે. માત્ર કોરોનાની એક ટીકો વેક્સિન મહામારીને ખત્મ નહીં કરી શકે. હાલમાં પણ તમામ સ્થિતીઓ પર નજર રાખવાની જરૂરિયાત છે. પરીક્ષણ, આઈસોલેશન અને કોરોનાના કેસ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. લોકોને સાવધાન રહેવાની જરૂર છે.

(12:00 am IST)