Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

મધ્યપ્રદેશ સરકાર બનાવશે ગૌ કેબિનેટ : ગોપાષ્ટમીએ પહેલી બેઠક

પાંચ વિભાગની એક સમિતિ બનાવી ગાયના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે જરૂરી નિર્ણય લેવાશે

મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે ગૌરક્ષા માટે એક વિશેષ કેબિનેટ રચવાનું જાહેર કર્યુ છે. આ માટે શિવરાજ સરકાર દ્વારા પાંચ વિભાગની એક સમિતિ બનાવી ગૌરક્ષા કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

એમપીમાં ગૌધનના સરંક્ષણ અને સંવર્ધન માટે આ નિર્ણય લેવામાં આવ્યાનો જાણવા મળ્યું છે. શિવરાજ સરકાર છેલ્લા કેટલાક સમયથી આ બાબતે વિચારણા કરતી હતી. જ્યારે હવે પશુપાલન,વન, પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ, ગૃહ અને ખેડૂત કલ્યાણ વિભાગ સહિતના પાંચ વિભાગોની રચના કરીને સરકાર એક વિશેષ ગૌ કેબિનેટનું નિર્માણ કરશે.

આ બાબતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે ગૌ કેબિનેટની પહેલી બેઠક ગોપાષ્ટમીના રોજ 22 નવેમ્બરે બપોરે 12 સાલરિયા આગર માલવા અભ્યારણ્યમાં યોજાશે અને ગાયના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે જરૂરી તમામ નિર્ણય કરવામાં આવશે.

(10:15 am IST)