Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

હરિયાણાના રેવાડીમાં 8 સ્કૂલના 80 બાળક કોરોના પોઝિટિવ : 15 દિવસ સ્કૂલ બંધ રાખવાનો આદેશ

5 સરકારી અને 3 પ્રાઇવેટ સ્કૂલના બાળક કોરોનાથી સંક્રમિત

ચંદીગઢ : દેશમાં કોરોના કાળમાં કેટલાક રાજ્યોની સ્કૂલ-કોલેજ બંધ છે. તો કેટલાક રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓ ચાલી રહી છે. ગુજરાતમાં પણ 23 નવેમ્બરથી સ્કૂલ-કોલેજ શરૂ કરવામાં આવશે. આ વચ્ચે હરિયાણાના રેવાડીમાં 5 સરકારી અને 3 પ્રાઇવેટ સ્કૂલમાં 80 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

બાળકોના કોરોના સંક્રમિત થતા જિલ્લા તંત્ર અને સ્વાસ્થ્ય વિભાગ દોડતુ થયુ છે. આટલા બાળકો એક સાથે કોરોના સંક્રમણથી પીડિત થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ જે સ્કૂલમાં કોરોનાના કેસ સામે આવ્યા છે તેને 15 દિવસ સુધી બંધ રાખવા અને સેનિટાઇઝ કરાવવાનો આદેશ આપ્યો છે. Corona Positive

હરિયાણા સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર ,2 નવેમ્બરથી 9માં ધોરણથી 12માં ધોરણ સુધીની સ્કૂલને ખોલવામાં આવી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગે કેટલીક પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોના 837 બાળકોના કોરોના સેમ્પલ લીધા હતા. હવે આ સેમ્પલોનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં 80 બાળકો કોરોના સંક્રમિત થયા છે

આદર્શન રાજકીય માધ્યમિક કુંડમાં 19, રાજકીય માધ્યમિક વિદ્યાલય પાલીમાં 6, રાજકીય સ્કૂલ મસાનીમાં 6, રાજકીય સ્કૂલ શ્યોરાજ માજરામાં 2, રાજયીય સ્કૂલ આશિયાકીમાં 2 અને રાજકીય સ્કૂલ માજરા શ્યોરાજમાં 2 બાળકો કોરોના સંક્રમિત થયા છે. આ બધા સિવાય 3 પ્રાઇવેટ સ્કૂલોમાં પણ 43 કોરોના સંક્રમિત બાળકો મળ્યા છે, તો સવાલ ઉભો થાય છે કે આ બધા માટે જવાબદાર કોણ? શું બાળકોના જીવન સાથે રમવામાં આવી રહ્યુ છે. અંતે કોરોના ગાઇડલાઇન અનુસાર જવાબદારી અધિકારી, કર્મચારી કેમ કામ નથી કરતા? 80 બાળકોના કોરોના સંક્રમિત થતા તંત્રની બેદરકારી સામે આવી છે

(12:30 pm IST)