Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 20 કેસ: કુલ આંક 9775 થયો

ગઈકાલે 74 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 8978 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 92.03 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 20 કેસ નોંધાતા કુલ આંક 9775એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 20 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 9775 થયા છે.ગઈકાલે 74 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  8978 થતા રિકવરી રેટ  92.03 ટકા થયો છે.

આજ દિન સુધીમાં કુલ 3,95,784 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:33 pm IST)