Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

પુતિન રશિયાના સર્વેસર્વા : 6-6 વર્ષના વધુ બે કાર્યકાળ સુધી પ્રમુખપદે રહેવાનો માર્ગ મોકળો

સંસદના નીચલુગૃહમાં પુતિનની ઇચ્છા મુજબ વિધેયક પસાર: પુતિન અને તેમના પરિવાર સામે હોદ્દો છોડયા બાદ કોઇ કેસ નહીં ચાલે

રશિયાના સર્વેસર્વા બની ગયેલા પ્રમુખ વ્લાદિમીર પુતિન છ છ વર્ષના વધુ બે કાર્યકાળ સુધી પ્રમુખ તરીકે તાકી રહેશે રશિયન સંસદના નીચલુ ગૃહ ડૂમામાં એક બિલ પસાર થયું છે જે મુજબ પુતિન અને તેમના પરિવાર સામે પ્રમુખપદ ગુમાવ્યા બાદ પણ કોઇ પણ પ્રકાનો ગુનાહિત કેસ ચાલી શકશે નહીં.રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને બંધારણમાં ફેરફાર કરવા માટે ગત જુલાઇમાં એક જનમત સંગ્રહ કરાવ્યો હતો.  પુતિનના સમર્થક સંસદના બંને ગૃહમાં હોવાથી આ બિલ સહેલાઇથી કાયદો બની જશે

પ્રમુખ તરીકે પુતિનનો કાર્યકાળ 2024માં પુરો થઇ રહ્યો છે. પરંતુ બંધારણમાં કરાયેલા સુધારા મુજબ તેઓ 6-6 વર્ષની વધુ બે મુદ્ત એટલે 2036 સુધી પ્રમુખપદે રહી શકશે.રશિયન સંસદના ડૂમામાં આ સંરક્ષક વિધેયક પાસ થવાની સાથે જ પુતિનના રાજકીય ભવિષ્ય અંગે ફરી ચર્ચા શરુ થઇ ગઇ છે. પુતિન 2000થી રશિયાની સત્તામાં ટોચ પર છે. દરમિયાન તેમણે પોતાની શક્તિઓનો ભરપુર ઉપયોગ કર્યો.

હમણા થોડા સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે પુતિન પરક્નિસન્સ બીમારીને કારણે સત્તા પર રાજીનામુ આપવાના છે. પરંતુ તેના માટે તેવો બંધારણીય સુધારા મુજબના નવા કાયદાની રાહ જોઇ રહ્યા છે.જેથી કરીને તેમને અને તેમના પરિવારને રાજીનામા બાદ પણ કોઇ આંચ આવે નહીં. અહેવાલોમાં હતુ કે પુતિન પોતાના પરિવારને બહુ પ્રેમ કરે છે અને તેમણે પ્રેમિકા અને પુત્રીના કહેવાથી આરોગ્યને ધ્યાનમાં રાખી હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

જો કે મંગળવારની પરિસ્થિતિ બાદ એ શક્યતા ઓછી જણાઇ રહી છે. કારણ કે નવા બંધારણીય સંસોધનમાં પુતિન માટે વધુ 12 વર્ષ સુધી સત્તા પર રહેવાનો માર્ગ મોકળો કરી દેવાયો છે.

વિધેયક પાસ થયા બાદ પુતિનના ટીકાકાર એસેક્સી નવેલનીએ ડબલ ટ્વીટ કરી કેપુતિનને અત્યા સુરક્ષા વિધેયકની શું જરુર છે. શું તાનાશાહ જ્યારે ઇચ્છે ત્યારે હોદ્દો છોડી શકે છે?”

નોંધીનય છે કે રશિયન સંસદના નીચલુગૃહ ડૂમામાં આ વિધેયકને ત્રણ વાર રજૂ કરવાનો છે. મંગળવારે પહેલી વખત આ બિલ પાસ થઇ ગયું. ગૃહમાં પુતિન સમર્થક પાર્ટી યૂનાઇટેડ રશિયાની બહુમતી છે. પરંતુ ડાબેરી સાંસદોના 37 વોટ વિધેયકની વિરુદ્ધમાં પડ્યા હતા.

હવે આ વિધેયક ડૂમામાં વધુ બે વાર રજૂ કરાશે. ત્યાર બાદ ફેડરેશન કાઉન્સિન એટલે કે સંસદના ઉપલુગૃહમાં બિલ રજૂ કરાશે. જેના પર છેલ્લી મ્હોર પ્રમુખની લાગશે. જે પોતે પુતિન જ છે.

(8:39 pm IST)