Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

મોડર્ના બાદ હવે ફાઇઝરનો કોરોના વેક્સિન 95 ટકા અસરકારક હોવાનો દાવો:મંજૂરી માટે કરશે અરજી

તમામ ઉંમર અને સમુદાયના લોકોને સુરક્ષા મળી: કોઈ ગંભીર આડઅસર નહીં આવી હોવાનો દાવો

વોશિંગ્ટન: કોરોના વાઇરસ મહામારીથી લોકોને બચાવવા માટે વેક્સિનની શોધમાં લાગેલી ફાર્મા કંપની Pfizer Incને સારા પરિણામ મળ્યા છે. કંપનીએ જણાવ્યું કે તેની બનાવેલી વેક્સિન 95 ટકા સુધી અસરકારક છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં જ જરૂરી મંજૂરી માટે અરજી કરશે. બે દિવસ પહેલા મોડર્નાએ પોતાની વેક્સિન 94.5 ટકા સફળ હોવાનો દાવો કર્યો હતો.  orona Vaccine 

Pfizerની mRNA આધારિત વેક્સિન BNT162b2ની ક્લિનિકલ ટ્રાયલના ફાઇનલ એનાલિસિસના ડેટામાં આ સફળતા પ્રાપ્ત થઇ છે. અમેરિકન કંપની અને પાર્ટનર BioNTech SEએ જણાવ્યું કે તેની વેક્સિનથી તમામ ઉંમર અને સમુદાયના લોકોને સુરક્ષા મળી છે. તેની સુરક્ષાને લઇને પણ કોઈ ગંભીર આડઅસર સામે આવી નથી. તેની સાથે જ અમેરિકાના FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) પાસેથી તાત્કાલિક ધોરણે ઉપયોગની મંજૂરી (EUA) હાંસલ કરવા માટેના માપદંડને પાર કરી લીધા છે.

ફાઈઝરે સ્ટડીમાં કોવિડ-19ના 170 કેસો સામેલ કર્યા હતા. સ્વયંસેવકોને પ્રથમ ડોઝ અપાયાના 28 દિવસ પછી તે કોરોનાથી બચાવમાં 95% અસરકારક રહી હતી. ડેટામાં જાણવા મળ્યું કે 65 વર્ષથી વધુના લોકો પર વેક્સિન 94 ટકાથી વધુ અસરકારક નિવડી છે. જે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો, તેમાંથી કોઇના પર આડઅસર થઇ નથી cine 

 અત્રે ઉલ્લેખનીય છે કે 16 નવેમ્બરે અમેરિકાની જ કંપની મોડર્નાએ જાહેરાત કરી હતી તેની વેક્સિન કોરોના વાઇરસ સામે રક્ષણ આપવામાં 94.5 ટકા અસરકારક સાબિત થઇ. મોડર્નાએ લગભગ 30 હજાર વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યા પછી આ પ્રતિક્રિયા આપી હતી. મોડર્નાના સીઈઓ સ્ટીફન બેન્સલે જણાવ્યું હતુ કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલના અભ્યાસથી અમને સકારાત્મક પરિણામ મળ્યા છે અને અમારી વેક્સિન અનેક ગંભીર બિમારીઓ સાથે કોરોના વાઇરસને રોકવામાં સફળ સાબિત થઇ શકે છે ભારત સરકાર કોરોના વાઇરસની વેક્સિનની ક્લિનિકલ પરીક્ષણમાં પ્રગતિને લઇને અમેરિકન બાયોટેક કંપની મોડર્ના સાથે સંપર્કમાં છે અને કંપનીએ જણાવ્યું કે આ વેક્સિને 94.5 ટકા અસર દેખાડ્યું છે. મોડર્નાએ સોમવારે જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા કોવિડ-19 વિરુદ્ધ વેક્સિન- એમ આરએનએ-1273ના ત્રીજા તબક્કાના અભ્યાસ માટે નિયુક્ત સ્વતંત્ર ડેટા સુરક્ષા મોનિટરિંગ બોર્ડ (ડીએસએમબી)એ વેક્સિનને 94.5 ટકા પ્રભાવી ગણાવી.

જ્યારે વિશ્વભરમાં કોવિડ-19 મહામારી સામે લડવા માટે કેટલીક સંભાવિત વેક્સિન પરીક્ષણના અંતિમ તબક્કામાં પહોંચી છે, એવામાં વિજ્ઞાનીઓનું કહેવું છે કે ભારત માટે એ વેક્સિન સંભવત: અસરકારક નહીં રહે, જેનો સંગ્રહ માટે ખૂબ જ ઓછું તાપમાનની જરૂર હોય અને પ્રોટીન આધારિત વેક્સિન દેશ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. Pfizer Corona Vaccine 

વિજ્ઞાનીઓએ અમેરિકી કંપની નોવાવૈક્સ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી સંભવિત વેક્સિનને ભારત માટે ઉપયોગી ગણાવતા જણાવ્યું કે કોવિડ-19ની વેક્સિન ખરીદવાનો નિર્ણય અનેક પરિબળો પર નિર્ભર રહેશે. આ બધુ એ વાત પર નિર્ભર કરશે કે વેક્સિન કેટલી સુરક્ષિત છે, તેની કિંમત કેટલી છે અને તેનો ઉપયોગ કેટલો અનુકુળ છે.

(10:01 pm IST)