Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

કાકાપોરામાં સુરક્ષાદળના જવાનો પર મોટો હુમલો: ગ્રેનેડ ફેંકતા 12 લોકો થયા ઘાયલ

આતંકીઓએ સીઆરપીએફ અને પોલિસની સંયુકિત ટીમ ઉપર આતંકી હૂમલો કર્યો: ગ્રેનેડ નિશાન ચૂકી ગયો અને રસ્તા પર જ વિસ્ફોટ થઇ ગયો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કાકાપોરામાં આતંકીઓએ સીઆરપીએફ અને પોલિસની સંયુકિત ટીમ ઉપર આતંકી હૂમલો થયો છે. આ હૂમલામાં 12 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. આતંકીઓએ સેનાની ટીમ ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો

  અધિકારો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલો ગ્રેનેડ નિશાન ચૂકી ગયો અને રસ્તા પર જ વિસ્ફોટ થઇ ગયો હતો . આ વિસ્ફોટને કારણે 12 નાગરિકોને ઇજા થઇ છે. આ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે 

આ હૂમલા બાદ સેનાએ તે વિસ્તારને સીલ કરી દીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આતંકીઓની તપાસ માટે સેનાએ હાઇએલર્ટ જાગહેર કર્યુ છે. જો કે આ હૂમલામાં સેના અથવા તો પોલિસનો એક પણ જવાન ઘાયલ થયો નથી. જે લોકોને ઇજા થઇ છે તે તમામ સ્થાનિક નાગરિકો છે. આ પહેલા સોમવારે થયેલા આતંકી હૂમલામાં પણ આવી જ ઘટના બની હતી. ત્યારે પણ આતંકે ફેંકેલા ગ્રેનેડનું નિશાન ચૂકી ગયું હતું.

આ સિવાય પાકિસ્તાને પુંછ જિલ્લાના શાહપુર અને કરણી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે અવળચંડુ પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યું છે. જેના કારણે આપણા ઘણા જવાનો અને નાગરિકો પણ શહીદ થયા છે. તેવામાં બીજી તરફ તંકો પણ સતત ઘૂસણખોરીના પ્રયત્નો કરી રહ્યા છે.

(10:07 pm IST)