Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ભારતે કોરોના વેક્સિનના 150 કરોડ ડોઝનો એડવાન્સ ઓર્ડર આપ્યો

વસતીના પ્રમાણમાં વેક્સિન ડોઝના ઓર્ડર પ્રમાણે રેન્કિંગ મુજબ ભારત ત્રીજા સ્થાને : અમેરિકા એક અબજ ડોઝ અને યુરોપિયન યુનિયન 1.2 અબજ ડોઝ સાથે આગળ

નવી દિલ્હી : કોરોના વેક્સીનનું ટ્રાયલ તેના અંતિમ તબક્કામાં છે. કેટલીય કંપનીઓએ ટ્રાયલમાં સારા પરિણામ જોતા મોટા પ્રમાણમાં ઉત્પાદન શરુ  કરી દીધું છે.મોટા અને અમીર દેશો વચ્ચે કોરોના વેક્સિનની ખરીદી અને ઓર્ડર આપવાની જાણે કે સ્પર્ધા થઇ છે. ભારતે પણ કોરોના વેક્સિનના 150 કરોડ ડોઝની ખરીદીને ફઆઇનલ કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલની અક રિપોર્ટ પ્રમાણે કોરોના વેક્સિનની ખરીદીમાં ભારત ત્રીજા નંબર ઉપર છે ભારતે તેની વસતીના પ્રમાણમાં વધારે ડોઝનો એડવાન્સ ઓર્ડર આપ્યો છે.

ભારત સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે દેશના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મફત આપવામાં આવશે. ભઆરત પહેલા અમેરિકા અને યુરોપિયન યુનિયનનો નંબર આવે છે. આ રિપોર્ટ ડ્યુક યુનિવર્સિટીના લોન્ચ એન્ડ સ્કેલ સ્પીડોમિટર ઇનિશિટિવ ઉપર આધારિત છે. જે પ્રમાણે કોવિડ 19 વેક્સિન એડવાન્સ કમિટમેન્ટસના મામલામાં ભારત ત્રીજા નંબર ઉપર છે. તેની આગળ અમેરિકા અને યુરોપિયન યુનિયન છે.

ભારત 1.5 અબજથી વધારે ડોઝની ખરીદીની પુષ્ટિ કરી ચૂક્યું છે. જ્યારે અમેરિકા એક અબજ ડોઝ અને યુરોપિયન યુનિયન 1.2 અબજ ડોઝ સાથે આગળ છે. વસતીના પ્રમાણમાં વેક્સિન ડોઝના ઓર્ડર પ્રમાણે રેન્કિંગ આપવામાં આવ્યું છે. ભારત પહેલાથી જ તેવા લોકોની યાદી કરી રહ્યું છે જેમને પહેલા રસી આપવાની છે. આ ઉપરાંત રસીકરણના પ્લાન ઉપર પણ કામ ચાલી રહ્યું છે

(11:10 pm IST)