Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

શિયાળામાં ચાની ચુસ્કી મોંઘી પડશે ઉત્પાદન ઘટતા ભાવ વધવા સંભવ

કોલકત્તા: સપ્ટેમ્બરમાં નજીવી વૃદ્ધિ થવા છતાં, સંકેતો સ્પષ્ટ છે કે ભારતમાં ફરજિયાત લોકડાઉનના કારણે ચાલુ વર્ષે ચાના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાશે. ઉત્પાદનમાં જંગી ઘટાડાને લીધે ચાના ભાવ વધવાની પુરેપુરી શક્યતા છે.

ગ્લોબલ ટી ડાયજેસ્ટના કોમ્પિલર રાજેશ ગુપ્તાએ કહ્યુ કે, ટી બોર્ડે હવે સપ્ટેમ્બરના ડેટા જાહેર કર્યા છે જે દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં ચાનું ઉત્પાદન 21.0 લાખ કિલો વધીને 1879 લાખ કિલો થઈ ગયું છે, જ્યારે સપ્ટેમ્બર 2019 1858 લાખ કિગ્રા ઉત્પાદન થયુ હતુ.

તેમણે જણાવ્યું હતું કે, પહેલાના મહિનામાં ઓછા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને, સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ભારતનું સંચિત ઉત્પાદન જાન્યુઆરી-સપ્ટેમ્બર 2019ના 10072.2 લાખ કિગ્રાથી ઘટીને વખતે 8569 લાખ કિગ્રા થઈ ગયું છે. આનાથી 1503.2 લાખ કિલો અથવા એકr ટકાની જંગી ઘટ સર્જાઇ છે. ઉત્પાદન સરેરાશ કરતા ઓછો હોવાથી ઓક્ટોબર-ડિસેમ્બરની શિયાળાની સિઝનમાં મુશ્કેલ સર્જાઇ શકે છે.

(12:59 am IST)