Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ઈરાનની એક ઓઇલ પાઇપલાઇનમાં મોટો વિસ્ફોટ : નજીકના વિસ્તારોમાં ભૂકંપ જેવા આંચકા અનુભવાયા

પાઇપલાઇનનું માળખુ એકદમ જૂનું થઈ ગયું હોવાથી આ અકસ્માત સર્જાયો

ઈરાનની એક ઓઇલ પાઇપલાઇનમાં આજે ખુબ જ ગંભીર વિસ્ફોટ થયો હતો. આ ઘટના દેશના દક્ષિણ ભાગમાં બની હતી. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના સમાચાર મળ્યા નથી. મળતી માહિતી મુજબ અહી પાઇપલાઇનનું માળખુ એકદમ જૂનું થઈ ગયું હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.

આ વિસ્ફોટ પછી નજીકના વિસ્તારોમાં ભૂકંપ જેવા હળવા આંચકા અનુભવાયા. આ આંચકા જણાવે છે કે, વિસ્ફોટ કેટલો ગંભીર હતો?

આ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેલથી સમૃદ્ધ પ્રાંત ખુજેસ્તાનના એક સ્થાનિક અધિકારીએ સરકારી મીડિયાને જણાવ્યું હતું કે, 'આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર પણ હવે કાબૂ મળી ગયો છે. ઇરાનમાં આ પ્રકારની ઘટના પહેલી વાર બની નથી પરંતુ, અગાઉ પણ ઘણીવાર બની છે. ઇરાનમાં છેલ્લા ૧૨ મહિનામાં આગ અને વિસ્ફોટની અનેક ઘટનાઓ જોવામા આવી છે.

જૂનમાં પૂર્વી ઇરાનની જારાન્ડ ઈરાની સ્ટીલ કંપનીમાં વિસ્ફોટ અને આગ લાગવાની માહિતી મળી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં ઇરાનનું સૌથી મોટું નૌકાદળ જહાજ ખાર્ગ આગને કારણે નાશ પામ્યુ હતુ. આગ લાગવાની સાથે જ તે પાણીમાં પણ ડૂબી ગયું હતું. તદુપરાંત, ગયા અઠવાડિયે તેહરાનના દક્ષિણ ભાગમાં એક ઓઇલ રિફાઇનરીમાં પણ ભીષણ આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તાજેતરના મહિનાઓમાં આખા ઇરાનના ઘણા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આગ લાગી હોવાના અહેવાલ મળ્યા છે

(12:00 am IST)