Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સાંસદ નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્નને કોલકાત્તાની કોર્ટે અમાન્ય ઠેરવ્યા

નવી દિલ્હી : તૃણમૂળ કોંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્નને કોલકાત્તાની એક કોર્ટે અમાન્ય ઠેરવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે કોલકાત્તામાં એક કોર્ટે નિયમો અનુસાર નિસરત જહાં  અને નિખિલ જૈનના લગ્નને કાયદાકીય રૂપથી માન્ય ગણ્યા નથી. આ પહેલા નુસરત જહાંએ આ વર્ષે એક નિવેદન આપીને લોકોને ચોંકાવી દીધા હતા કે નિખિલ સાથે તેમના લગ્ન ભારતીય કાયદા અનુસાર માન્ય નથી.

નુસરત જહાં છેલ્લા ગણા સમયથી સમાચારોમાં છે. નિખિલ જૈન સાથે પહેલા લગ્ન અને પછી માતા બનવાના સમાચારો પછી નિખિલ લગ્ન તોડવા અને ફરીથી એક્ટ્રેશ યશ દાસગુપ્તા સાથે અફેરના સમાચારને લઈને નુસરત લાંબા સમયથી સમાચારોમાં બની રહી છે.

ઓગસ્ટમાં નુસરતે એક પુત્રને જન્મ આપ્યો, જેને યશ દાસગુપ્તાના પિતાનું નામ આપ્યું હતું. આ સમાચાર બાદ નુસરત જહાંની સીન્દૂર લગાવેલી તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ હતી. ત્યારબાદ લોકોએ યશ દાસગુપ્તાની સાથે તેના લગ્નને લઈને પ્રશ્નો પણ શરુ કર્યા હતા.
તાજેતરમાં મેરેજ કોન્ટ્રોવર્સી ઉપર ચુપ્પી તોડતા નુસરત જહાંએ કહ્યું હતું કે મારા લગ્ન માટે તેમણે પેમેન્ટ કર્યું નથી, હોટલના બિલો માટે પેમેન્ટ કર્યું નથી. મારે તેને કંઈ કહેવાની જરૂર નથી. હું ઈમાનદાર છું એક્ટ્રેસે એપણ કહ્યું હતું કે, મને ખોટી રીતે દુનિયાની સામે રજૂ કરવામાં આવી હતી. જોકે હવે મેં બધુ જ સાફ કરી દીધું છે.

(12:00 am IST)