Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કેન્દ્રીય કર્મચારીઓનું HRA વધારવા ગંભીરપણે વિચારણામાં

મોદી સરકાર નવા વર્ષે કર્મચારીઓને ભેટ આપી શકે છે

નવી દિલ્હી,તા. ૧૮ : કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી સારા સમાચાર મળી શકે છે. તહેવારની જેમ મોદી સરકાર નવા વર્ષે પણ પોતાના કર્માચારીઓને ભેટ આપી શકે છે. અગાઉ દિવાળી પર મોદી સરકારે કર્માચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો હતો. હવે એવી ચર્ચા છે કે, કેન્દ્ર સરકાર ફરી એકવાર કર્માચારીઓને ખુશ કરી શકે છે. સરકાર જાન્યુઆરી ૨૦૨૨ની શરૂઆતમાં હાઉસ રેન્ટ એલાઉન્સ વધારવાની જાહેરત કરી શકે છે.

નાણા મંત્રાલયે ૧૧.૫૬ લાખથી વધુ કર્માચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સને લાગુ કરવા માટે મંથન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવની મંજૂરી માટે રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જો આ બરખાસ્ત મંજૂર થાય છે. તો કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૧થી HRA મળશે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર એસોસિએશન અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી HRA લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે. રેન્ટ ઓફ હાઉસના ભથ્થામાં વધારો કર્યા પછી પગારમાં બમ્પર વધારો થશે

તમને જણાવી દઈએ કે, જે શહેરની વસ્તી ૫૦ લાખથી વધુ હોય તે X કેટેગરીમાં આવે છે. બીજી બાજુ જે શહેરની વસ્તી ૫ લાખ અથવા તેનાથી વધુ હોય તે Y કેટેગરીમાં આવે છે. અને ૫ લાખથી ઓછી વસ્તીવાળા શહેરો Z કેટેગરીમાં આવે છે. આ ત્રણેય કેટેગરી માટે મિનિમમ  HRA ૫૪૦૦, ૩૬૦૦ અને ૧૮૦૦ રૂપિયા હોય છે.ડિપાર્ટમેન્ટ ઓફ એકસપેન્ડીચરના જણાવ્યા અનુસાર જયારે ડિયરનેસ અસલાઉન્સ ૫૦ ટકા સુધી પહોંચી જાય તો મેકિસમ હાઉસ રેન્ટ એલાઉન્સ વધી ૩૦ ટકા સુધી થઈ જાય.

આ પહેલા ઝારખંડની સરકારે પોતાના તમામ કર્માચારીઓ અને પેન્શનભોગીઓ માટે મોઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વાધારો કરવામાં આવ્યો છે. અને આ વધારો ચાલુ વર્ષે એક જુલાઈથી લાગુ થશે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં ઝારખંડ સરકારની મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસાર રાજય સરકારે પાંચમા અને છઠ્ઠા તથા સાતમાં વેતન આયોગ પ્રમાણે પગાર લઈ રહેલા તમામ કર્મચારીઓ અને પેન્શન ધારકોને પહેલી જુલાઈ ૨૦૨૧થી મોંઘવારી ભથ્થું ત્રણ ટકાથી વધુ મળશે.

(10:04 am IST)