Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

અર્થવ્યવસ્થા પાટે ચડી રહી છે

યુબીએસે વિકાસનું અનુમાન ૮.૯ ટકાથી ૯.૫ ટકા કર્યું

સરકારે ૧૦ ટકા ગ્રોથનું કર્યુ અનુમાન તો રીઝર્વ બેંક ૯.૫ ટકા કહે છે

નવી દિલ્હી તા. ૧૮ : કોરોના પછી હવે ભારતની અર્થવ્યવસ્થા પાટે ચડવા લાગી છે. ભારત સરકારના દાવાને મહોર મારતા યુબીએસે પણ અર્થવ્યવસ્થા ગ્રોથનો અંદાજ વધારી દીધો છે.

સ્વિસ બ્રોકરેજ યુબીએસ સિકયોરીટીઝએ આશાથી વધારે તેજી, ગ્રાહકોનો વિશ્વાસ વધારો અને અર્થમાં વધારાનો હવાલો આપતા ચાલુ નાણાંકીય વર્ષ માટેનું પોતાનું અનુમાન સુધારીને સપ્ટેમ્બરમાં ૮.૯ ટકાથી વધારીને ૯.૫ ટકા કર્યું છે. માહિતી અનુસાર સંસ્થાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ગ્રોથ રેટ ૭.૭ રહેવાનું અનુમાન કર્યું છે, તો ૨૩-૨૪માં તેમાં ઘટાડો થવાનું કહ્યું છે.  રિઝર્વ બેંકે પણ ચાલુ વર્ષમાં ૯.૫ ટકા જીડીપી વૃધ્ધિનું અનુમાન કર્યું છે જ્યારે સરેરાશ અનુમાન ૮.૫ થી ૧૦ ટકા વચ્ચે છે. સરકારનું અનુમાન ૧૦ ટકાનું છે.  ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે પણ ૧૬ નવેમ્બરે કહ્યું હતું કે, મહામારી પછીની દુનિયામાં ભારતની આર્થિક વૃધ્ધિ તેજ ગતિએ થઇ શકે છે. તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ કહ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા કોરોના પછી ઝડપથી ઠીક થઇ છે. ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે.

(12:19 pm IST)