Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

તો તો મોજા પહેરીને ગુન્હેગારો બળાત્કાર કરશેઃ સુપ્રિમ કોર્ટે ''સ્કિન કોન્ટેકટ''વાળો હાઇકોર્ટનો ચુકાદો ફગાવ્યો

બોમ્બે હાઇકોર્ટ દ્વારા રેપ કેસમાં 'સ્કિન ટુ સ્કિન'ના અપાયેલા ચુકાદા સંદર્ભે સુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢી : પોકસો એકટ અંતર્ગત ગુન્હેગાર માનવા માટે ફિઝીકલ કે સ્કિન કોન્ટેકટ શરત હાસ્યાસ્પદ છે, આ કાયદાનો મકસદ જ પુરો થઇ જશેઃ જસ્ટીસ બેલા ત્રિવેદી

નવી દિલ્હી તા.૧૮ : મુંબઇ હાઇકોર્ટ દ્વારા રેપ કેસમાં 'સ્કિન ટુ સ્કિન' કોન્ટેક વાળા અગાઉ અપાયેલા ફેસાલાને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધો છે. હાઇકોર્ટના આ ફેંસલાને લઇને વિવાદ ઉભો થઇ ગયો હતો. મુબઇ હાઇકોર્ટે પોતાના એક ફેંસલામાં કહયુ હતુ કે પોકસો કેસ હેઠળ યૌન ઉત્પીડનનો અપરાધ ત્યારે જ માની શકાય આરોપી અને પિડીતા સ્કિન કોન્ટેક થયો હોય. કોર્ટે આ ફેંસલા વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ અને એર્ટોની જનરલએ અપીલ દાખલ કરી હતી આ ઉપર સુનાવણી કરતા જસ્ટીસ ઉદય ઉમેશ લલીત, જસ્ટીસ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટીસ બેલા એમ.ત્રિવેદીની બેંચે મુંબઇ હાઇકોર્ટનો ફેંસલો ફગાવી દીધો હતો.

જસ્ટીસ બેલા ત્રિવેદીએ હાઇકોર્ટના ચુકાદાને બેતુકો જણાવતા કહયુ કે પોકસો એકટ અંતર્ગત ગુન્હેગાર માનવા માટે ફિઝીકલ કે સ્કિન કોન્ટેકટ શરત હાસ્યાસ્પદ છે, આ કાયદાનો મકસદ જ પુરો થઇ જશે, જે કાયદો બાળકોને યૌન ઉત્પીડનથી બચાવવાનો છે. કોર્ટે કહયુ  કે, આ પરિભાષાને માનવામાં આવે તો પછી મોજા પહેરીને રેપ કરવા વાળા અપરાધીઓ બચી જશે એ સ્થિતિ બેહદ અજીબ હશે. સુપ્રિમ કોર્ટે કહયુ કે નિયમ એવા હોવા જોઇએ કે કાનુન મજબુત કરે, નહી કે તેના મકસદને જ ખતમ  કરી દે.

(12:54 pm IST)