Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

દિલ્હીમાં બળાત્કારથી મૃત્યુ પામેલી પીડિતાનું નામ જાહેર કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયેલો કેસ પાછો ખેંચાયો : ભાજપ પ્રવક્તા નવીન કુમાર જિંદાલને અન્ય કોર્ટ સમક્ષ નવી અરજી દાખલ કરવાની દિલ્હી કોર્ટે મંજૂરી આપી

ન્યુદિલ્હી : દિલ્હીમાં બળાત્કારથી મૃત્યુ પામેલી પીડિતા અને તેના  પરિવારનું  નામ તથા ઓળખ રાહુલ ગાંધીએ ટ્વીટર ઉપર જાહેર કરી દેતા તેના વિરુદ્ધ કરાયેલો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે.

અરજીનો નિકાલ કરતી વખતે, રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર સિંહે દિલ્હી ભાજપના પ્રવક્તા નવીન કુમાર જિંદાલને યોગ્ય કોર્ટ સમક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ નવી અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી છે.

દિલ્હી બીજેપીના પ્રવક્તા નવીન કુમાર જિંદાલે બુધવારે તેમની અરજી પાછી ખેંચી લીધી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મૃતક બળાત્કાર પીડિતા અને તેના પરિવારના સભ્યોની ઓળખ જાહેર કરી હતી.

એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદી યોગ્ય કોર્ટ સમક્ષ ફરીથી ફરિયાદ દાખલ કરવાની સ્વતંત્રતા સાથે ફરિયાદ પાછી ખેંચવા માંગે છે. આ અંગે ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવ્યું છે."

ઓગસ્ટ 2021 માં, રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં આવી જ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં 9 વર્ષની દલિત છોકરીની ઓળખ ટ્વિટર પર જાહેર કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, જેનો દિલ્હીના સ્મશાનગૃહમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.

મકરંદ સુરેશ મ્હાડલેકરે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ગાંધી બળાત્કાર પીડિતા અને તેના પરિવારના સભ્યો વિશે સંવેદનશીલ માહિતી જાહેર કરીને તેમની રાજકીય છબીને વધારવા માટે કમનસીબ ઘટનાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને નોટિસ પાઠવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)