Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સેફાયર ફૂડસનો શેર ૧૧%ના પ્રીમિયમ પર લિસ્ટ, લિસ્ટિંગ બાદ કિંમતમાં ઘટાડો

મુંબઈ, તા.૧૮: KFC અને પિઝા હટની ઓપરેટર કંપની Sapphire Foodsના શેરનું આજે શેર બજાર પર લિસ્ટિંગ થયું હતું. સેફાયર ફૂડ્સના શેરનું અક્ષેપા પ્રમાણે પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું છે. શેફાયર ફૂડ્સના શેરનું ૧૨% પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેરની ઇશ્યૂ કિંમત ૧૧૮૦ રૂપિયા હતી. જયારે કંપનીના શેરનું BSE પર ૧૧.૧%ના પ્રીમિયમ પર ૧૩૧૧ રૂપિયા પર થયું હતું. NSE પર શેરનું લિસ્ટિંગ ૧૩૫૦ રૂપિયા પર થયું હતું. સવારે ૧૦.૫૦ વાગ્યે સેફાયર ફૂડ્સનો શેર NSE અને BSE પર ૧૨૦૦ રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સેફાયર ફૂડ્સનો આઈપીઓ ૬.૬૨ ગણો ભરાયો (Sapphire Foods IPO Subscription) હતો. જેમાં રિટેલ હિસ્સો ૮.૭૦ ગણો, QIB હિસ્સો ૭.૫૦ ગણો અને NII હિસ્સો ૩.૪૬ ગણો ભરાયો હતો.

પિઝા હટ, ટેકો બેલ અને KFC જેવી રેસ્ટરન્ટ બ્રાન્ડ ચલાવતી કંપની સેફાયર ફૂડ્સનો આઈપીઓ ૯મી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ૧૧મી નવેમ્બરના રોજ બંધ થયો હતો. Sapphire Foods તરફથી પ્રાઇસ બેન્ડ ૧,૧૨૦-૧,૧૮૦ રૂપિયા રાખવામાં આવી હતી. રિટેલ રોકાણકારો કંપનીના ઇશ્યૂમાં ઓછામાં ઓછા ૧૨ શેર માટે બોલી (Sapphire Foods IPO lot size) લગાવી શકતા હતા. એટલે કે એક લોટ માટે બોલી લગાવનાર રોકાણકારે ૧૪,૧૬૦ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું.

આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે. એટલે કે કંપની આઈપીઓ મારફતે નવા ઇકિવટી શેર નહીં જાહેર કરે. ઇશ્યૂ મારફતે કંપનીના વર્તમાન શેરહોલ્ડર્સ પોતાના શેર વેચશે. આઈપીઓ મારફથે સેફાયર ફૂડ્સ આશરે ૨,૦૭૩ કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે.

સેફાયર ફેડ્સ યમ બ્રાન્ડ્સની મોટી ફ્રેન્ચાઈઝી છે. ફ્રીન્ચાઈઝી પ્રમાણે સેફાયર ફૂડ્સ ભારત, માલદિવ્સ અને શ્રીલંકાના વિવિધ રાજયોમાં કેએફસી, પિઝા હટ્સ અને Taco Bell બ્રાન્ડ હેઠળ બિઝનેસ કરે છે. માર્ચ મહિના સુધી સેફાયર ફેડ્સ ભારત અને માલદિવ્સમાં થઈને ૨૦૪ KFC રેસ્ટોરન્ટ્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. જયારે ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં ૨૩૧ પિઝા હટ્સનું સંચાલન કરે છે. આ ઉપરાંત કંપની શ્રીલંકામાં બે Taco Bell રેસ્ટોરન્ટ્સ ધરાવે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧માં કંપનીની આવક ઈં ૧,૦૧૯.૬૨ કરોડ હતી, જે ગયા વર્ષે ઈં ૧,૩૪૦.૪૧ કરોડ હતી. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૧માં ૯૯.૮૯ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જે ગત વર્ષે ૧૫૮.૨૫ કરોડ રૂપિયા હતી. કંપનીનું દેવું ૭૫.૬૬ કરોડ રૂપિયા હતું.

(3:34 pm IST)