Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પૂરને લીધે ભારે તબાહી :ભૂસ્ખલનને કારણે સંપર્ક તૂટ્યા:તત્કાલ ઈમરજન્સી જાહેર

નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતી સર્જાઈ: ભારે વરસાદ અને તોફાનને કારણે ઘણા બધા લોકો પોતોનું ઘર છોડવા પણ મજબુર

નવી દિલ્હી :  કેનેડામાં પેસેફિક મહાસાગર પાસે આવેલ બ્રિટિશ કોલંબિયામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે તારાજી સર્જાઈ છે.  અહીયા ભૂસ્ખલનની પણ ઘટનાઓ બની છે. જેના કારણે અહીયા ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે બ્રિટિશ કોલંબિયામાં જાનમાલને ભારે નુકશાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતી સર્જાઈ છે. સાથેજ અમુક જગ્યાએ ભૂસ્ખલન થવાને કારણે સંપર્ક પણ તૂટી ગયા છે. આ મામલે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ પણ કહ્યું કે વોશિંગટનમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. જેના કારણે ઘણા બધા લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. 

 

વધુમાં પીએમ ટ્રુડોએ એવું પણ કહ્યું કે મદદ માટે તેમણે ત્યા સેના પણ મોકલી છે. સાથેજ તેમણે કહ્યું દરેક સ્થિતીનો સામનો કરવા માટે અમે તૈયાર છે. કેનેડાની સરહદે અમેરિકાનું સુમાસ શહેર આવેલું છે. ત્યાના રહેવાસીઓનું કહેવું છે પૂરને કારણે અહીયા ઘણા બધા મકાનોને ભારે અસર થઈ છે. ભારે વરસાદ અને તોફાનને કારણે ઘણા બધા લોકો પોતોનું ઘર છોડવા પણ મજબુર થયા છે. 

 

કેનેડાની સેના દ્વારા હાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલમાં અહીયા એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે લોકો હજુ ગાયબ છે. સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા અત્યારથીજ કહી દેવામાં આવ્યું છે મોતનો આંકડો વધી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અહીયા આવેલ તુલામીન શહેરમાં હજું 400 લોકો ફસાયેલા છે. સાથેજ રસ્તાઓ પણ બંધ થઈ જવાને કારણે 1500 યાત્રીઓ હજુ અહીયા ફસાયેલા છે. 
 

(6:49 pm IST)