Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ફિલ્મ ‘જય ભીમ’ના એકટર પર હુમલો કરનારને એક લાખ રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત

તામિલનાડુના રાજકીય પક્ષ પટ્ટાલી મકક્લ કાટચીના એક હોદ્દેદારે જાહેરાત કરતા અભિનેતાના ઘરે સુરક્ષા વધારાઈ : જાહેરાત કરનારા નેતા સીતામલ્લી પલાનીસામી સામે પોલીસે કેસ

નવી દિલ્હી :તામિલ ફિલ્મ ‘જય ભીમ’ના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખ રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત થઈ છે.

આ જાહેરાત તામિલનાડુના રાજકીય પક્ષ પટ્ટાલી મકક્લ કાટચીના એક હોદ્દેદાર દ્વારા કરાઈ છે ઉશ્કેરણીજનક જાહેરાત પછી એકટરના ઘરની સુરક્ષા વધારી દેવાઈ છે,બીજી તરફ આ જાહેરાત કરનારા નેતા સીતામલ્લી પલાનીસામી સામે પોલીસે કેસ નોંધાવવામાં આવ્યો છે.

એક તરફ તામિલનાડુમાં આ ફિલ્મના વખાણ થઈ રહ્યા છે બીજી તરફ વિવાદ પણ ઉભો થયો છે. ખાસ કરીને વન્નિયાર સમુદાયને જે રીતે ફિલ્મમાં દર્શાવાયો છે તેનાથી આ સમુદાયમાં નારાજગી વધી છે.

વિરોધી પાર્ટીઓએ સૂર્યા પર હુમલો કરવાની જાહેરાતની ટીકા કરતાં કહ્યુ છે કે, પટ્ટાલી મકક્લ કાટચી પાર્ટી જ્યારે પણ પોતાનો રાજકીય આધાર ગુમાવે છે ત્યારે વિવાદ સર્જીને ધ્યાન ખેંચવાની કોશિશ કરે છે. તેઓ સૂર્યાને ડરાવી શકશે નહીં. આ પ્રકારની જાહેરાત લોકશાહી પર ખતરો છે.

બીજી તરફ પટ્ટાલી મકક્લ કાટચી પાર્ટીના નેતા સીતામલ્લી પલાનીસામીનુ કહેવુ છે કે, મારા નિવેદનનો અર્થ ફિલ્મમાં વન્નિયાર સમુદાયને જે રીતે દર્શાવાયો છે તેની સામે વિરોધ દર્શાવવાનો હતો

(11:13 pm IST)